JIO Financial Shares Credit in Demat Accounts of RIL Shareholders : મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી તેની ફાઇનાન્સિયલ કંપની જિઓ ફાઇનાન્સિયલ સર્વસિસને ડિમર્જ કરવામાં આવી છે. આ ડિમર્જર હેઠળ રિલાયન્સના શેરધારકોને જિયો ફાઇનાન્સના શેર એલોટ કરવાનું નક્કી કરાયું હતુ. RILના કેટલાક શેર ધારકોએ ટ્વિટ કરીને જણાવ્યું કે, જિયો ફાઇનાન્સના શેર તેમના ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થયા છે. લગભગ ત્રણ સપ્તાહ પહેલા સ્ટોક એક્સચેન્જોને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરની પ્રાઇસ ડિસ્કવરી માટે સ્પેશિયલ પ્રી-ઓપન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિયો ફાઇનાઇન્સના શેર કોને મળશે અને શું આ શેરનું વેચાણ કરી શકશે? જાણો વિગતવાર
રિલાયન્સના ક્યા શેરધારકોને જિયો ફાઇનાન્સના શેર મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) તેની ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીને 20 જુલાઈના રોજ ડિમર્જ કરી હતી. આ ડિમર્જ બાદ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું નામ બદલીને ‘જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ’ (JFSL) કરવામાં આવ્યું છે. આ રિલાયન્સની નવી કંપની છે. આ ડિમર્જર હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરધારકોને જિયો ફાઇનાન્સના શેર આપવાનુ નક્કી કરાયુ છે. જેમાં 19 જુલાઇ સુધી જે રોકાણકારો પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર હશે તેમને 1:1ના રેશિયોમાં જિયો ફાઇનાન્સના શેર મળશે. 19 જુલાઇના રોજ શેરધારકો પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 100 ઇક્વિટી શેર હશે તો તેમને જિયો ફાઇનાન્સના 100 શેર આપવામાં આવશે.
રિલાયન્સના શેરધારકો જિયો ફાઇનાન્સિયલ સર્વિસના શેર વેચી શકશે?
રિલાયન્સે શેરધારકોને જિયો ફાઇનાન્સના શેર તેમના ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું શરૂ કર્યુ છે. હવે રોકાણકારો જિયો ફાઇનાન્સના શેર વેચી શકાશે કે કેમ તે અંગે અવઢવમાં છે. સૌથી મહત્વપૂર્ણ રોકાણકારો એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે તેઓ હાલ જિયો ફાઇનાન્સના શેર વેચી કે ખરીદી શકશે નહીં. જિયો ફાઇનાન્સના શેરનું સ્ટોક એક્સચેન્જ પર ક્યારે લિસ્ટિંગ થશે તેની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ બાદ જ જિયો ફાઇનાન્સના શેરમાં ખરીદ-વેચાણ શક્ય બનશે. જિયો ફાઇનાન્સ 261.85 રૂપિયા પ્રતિ શેર દીઠના ભાવ એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સમાં સામેલ થનાર 51મો શેર બન્યો છે. 28 ઓગસ્ટના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાશે.
આ પણ વાંચો | મુકેશ અંબાણીએ સ્થાપી નવી કંપની, અમેરિકાની બ્લેકરોક ઇન્કને બનાવી ભાગીદાર
RILના શેર માટે 3000નો ટાર્ગેટ
વિદેશી બ્રોકિંગ ફર્મ મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં 3,000 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ફરીથી ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું છે. મોર્ગન સ્ટેનલીના જણાવ્યા મુજબ, ગ્લોબલ રિફાઇનિંગ અને કેમિકલ માર્કેટમાં વધતી માંગ, વધતો બજારહિસ્સો, ટેલિકોમ ઉદ્યોગમાં પ્રમાણમાં ઓછી સ્પર્ધા અને ન્યુ એનર્જી બિઝનેસમાં ભાગીદારી આ ટાર્ગેટ પ્રાઇસમાં વધારે વૃદ્ધિની શક્યતાઓ ઉભી કરી શકે છે.





