રિલાયન્સ જિયો ( Reliance JIo) એ ગુજરાતમાં પણ તેની 5G સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો એ 25 નવેમ્બર 2022ના રોજથી ગુજરાતના તમામ 33 જિલ્લાના હેડક્વાર્ટરમાં 5G સર્વિસની શરૂઆત કરી છે. Jioની આ પહેલ સાથે, ગુજરાત હવે Jio TRUE 5G સર્વિસ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, એટલે કે ગુજરાતના તમામ 33 જિલ્લાઓના મુખ્ય શહેરી વિસ્તારોમાં Jioની 5G સર્વિસનો આનંદ માણી શકાશે.
ગુજરાતના તમામ 33 જિલ્લાના મુખ્યમથકો 5G નેટવર્કથી સજ્જ
આ પ્રસંગે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે અમને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેનાં તમામ 33 જિલ્લા મથકો Jioના હાઇ-સ્પીડ ટ્રુ 5G નેટવર્કથી કનેક્ટેડ છે. તેમણે કહ્યું કે કંપની 5G ટેક્નોલોજીને વાસ્તવિક શક્તિ બતાવવા માંગે છે. તેઓ દર્શાવવા માંગે છે કે Jio 5G સર્વિસ અબજો લોકોના જીવનને કેવી રીતે અસર કરે છે. ગુજરાતના દરેક જિલ્લામાં યુઝર્સને અનલિમિટેડ 1 Gbps+ ડેટા સ્પીડનો લાભ મળશે.
25મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સુધીની સ્પીડે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.

Jio વેલકમ ઑફર હેઠળ જિયોના યુઝર્સ કોઇ પણ વધારાના ચાર્જ લીધા વગર 1Gbps+ સુધીના અનલિમિટેડ 5G ડેટા સ્પીડનો ફાયદો મેળવી શકે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો પહેલી પહેલ ‘એજ્યુકેશન- ફોર ઓલ’ માટે સાથે આવ્યા છે. આ પહેલ હેઠળ શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને કનેક્ટિવિટી અને એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે ડિજિટલ કરવામાં આવશે. કંપની ટૂંક સમયમાં શિક્ષણ, હેલ્થકેર, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT સેક્ટરોમાં પણ ટ્રુ 5G- સર્વિસ પૂરી પાડવા માટે પહેલ કરશે. આ પહેલ હેઠળ શાળાઓને નીચે જણાવેલી સુવિધાઓથી સજ્જ કરશે:
- Jio TRUE 5G કનેક્ટિવિટી
- એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ
- શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ
- સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ
આ પણ વાંચોઃ 5Gના નામે થતી છેતરપીંડિથી સાવધાન, આ 5 ભુલો પડશે ભારે, બેન્ક ખાતું પણ થઇ જશે ખાલી
Jioની 5G સર્વિસનો લાભ મેળવવાની શરતો
રિલાયન્સ જિયો દ્વારા ગુજરાતના તમામ 33 જિલ્લાઓના હેડક્વાર્ટર એટલેકે મુખ્ય શહેરી વિસ્તારમાં 5G સર્વિસની આજથી શરૂઆત કરવામાં આવી છે. જો કે તેની માટે યુઝર્સે કેટલીક શરતોને પૂરી કરવી પડશે.
- યુઝર્સ પાસે 5G મોબાઇલ હોવો જોઇએ
- તમારા વિસ્તારમાં જિયોનું 5G નેટવર્ક ઉપલબ્ધ હોવું જોઇએ
- તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સે મિનિમમ 239 રૂપિયાનું રિચાર્જ કરાવ્યુ હોવું જરૂરી છે

આ અગાઉ રિલાયન્સ જિયોએ ભારતની રાજધાની દિલ્હી સહિત NCRના આસપાસના વિસ્તારોમાં 5G સેવા શરૂ કરી હતી. ઉપરાંત કંપની હાલ મુંબઈ, પુણે, કોલકાતા, વારાણસી, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને નાથદ્વારામાં 5G સર્વિસ આપી રહી છે અને તેમાં હવે સમગ્ર ગુજરાતનો સમાવેશ થયો છે.