Jio Recharge Plan : રિલાયન્સ જિયો ( Reliance Jio) એ તાજેતરમાં ખાસ કરીને વર્લ્ડ કપ (World Cup) સ્પેશિયલ પ્લાન્સ લોન્ચ કર્યા છે. Jio વર્લ્ડ કપ રિચાર્જ પ્લાન(Recharge Plan) માં ગ્રાહકોને Disney + Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીની માલિકીની Jioએ કુલ 6 પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાંથી ₹ 3178નો પ્લાન 1 વર્ષની વેલિડિટી સાથે રજૂ કરવામાં આવ્યો છે. Jio પાસે પહેલાથી જ બે વાર્ષિક રિચાર્જ પ્લાન છે. ખાસ વાત એ છે કે આ પ્લાન્સને 1 વર્ષની વેલિડિટી સાથે રિચાર્જ કર્યા પછી તમારે વારંવાર રિચાર્જ કરવાની જરૂર નથી. Jio પાસે પહેલેથી જ 2,999 રૂપિયા અને 2,545 રૂપિયાના વાર્ષિક રિચાર્જ છે. ચાલો તમને 1 વર્ષની વેલિડિટી સાથેના આ ત્રણ પ્લાન વિશે વિગતવાર જણાવીએ…
3,178 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન
3,178 રૂપિયાના વાર્ષિક રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 1 વર્ષ છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2GB ડેટા આપી રહી છે. ગ્રાહકો આ પ્લાનમાં કુલ 730GB ઈન્ટરનેટ ખર્ચી શકે છે. આ રિચાર્જ અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઑફર કરે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ ફ્રીમાં ઉપલબ્ધ છે.
ખાસ વાત એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને 1 વર્ષ માટે Disney + Hotstarનું સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. આ સિવાય આ રિચાર્જમાં Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.
2,545 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન
રિલાયન્સ જિયોના ₹ 2,545ના પ્લાનની વેલિડિટી 336 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવે છે. એટલે કે Jio યુઝર્સ આ પ્લાનમાં કુલ 504GB ડેટાનો ઉપયોગ કરી શકે છે. દરરોજ ઉપલબ્ધ ડેટા ખતમ થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.
રિલાયન્સ જિયોના આ વાર્ષિક પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલ્સ ઉપલબ્ધ છે. એટલે કે ગ્રાહકો કોઈપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલ્સનો લાભ લઈ શકે છે. આ રિચાર્જમાં દરરોજ 100 SMS મળે છે.
Reliance Jioના આ પ્રીપેડ પ્લાનમાં JioTV, JioCinema અને JioCloudનું સબસ્ક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. જો તમે Jioના 5G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે આ રિચાર્જ સાથે અમર્યાદિત 5G ડેટાનો ઉપયોગ કરી શકશો.
2,999 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન
Jioના આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 1 વર્ષ છે. રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે ગ્રાહકો આ પ્લાનમાં કુલ 912.5 GB ડેટાનો ઉપયોગ કરી શકે છે. પ્લાનમાં ઉપલબ્ધ દૈનિક ડેટા ખતમ થઈ ગયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.
Jioના આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે કોઈપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર વોઈસ કોલ કરી શકાય છે. આ પેકમાં ગ્રાહકોને દરરોજ 100 SMS મળે છે.
રિલાયન્સ જિયોના આ પ્લાનમાં JioTV, JioCinema અને JioCloudનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. 5G ડેટાનો ઉપયોગ કરનારા ગ્રાહકો આ પેકમાં અમર્યાદિત 5G ડેટાનો આનંદ લઈ શકે છે.





