Reliance Jio Annual Recharge Pack : રિલાયન્સ જિયો એન્યુઅલ રિચાર્જ પ્લાન્સઃ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. કંપની વિવિધ કિંમત અને વેલિડિટીના આધારે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. Jio પાસે 1 વર્ષની વેલિડિટી સાથે ત્રણ રિચાર્જ પ્લાન છે. રિલાયન્સ જિયોની પાસે 2999 રૂપિયા અને 2,545 રૂપિયાના બે વાર્ષિક રિચાર્જ પ્લાન ઉપરાંત 3662 રૂપિયાનું પ્રીપેડ પેક પણ છે.
મુકેશ અંબાણીની માલિકીની Jio પાસે લોકપ્રિય, મનોરંજન, ડેટા બૂસ્ટર, વાર્ષિક, JioPhone, Data Packs, No Daily Limit, JioPhone ડેટા એડ-ઓન, ISD, 5G અપગ્રેડ, ઇન્ટરનેશનલ રોમિંગ જેવી કેટેગરીઓમાં પ્રીપેડ પ્લાન છે. આજે અમે તમને Jio ના લેટેસ્ટ અને લોકપ્રિય વાર્ષિક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેની કિંમત 3,662 રૂપિયા છે. જાણો આ સસ્તા રિચાર્જ પ્લાનમાં Jio ગ્રાહકોને કયા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે.
3662 રૂપિયાનો રિલાયન્સ જિયો રિચાર્જ પ્લાન (Reliance Jio 3662 Rupee Recharge Pack)
રિલાયન્સ જિયોના 3662 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 1 વર્ષ છે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 2.5 GB દૈનિક ડેટા ઓફર કરવામાં આવે છે. Jioના આ પેકમાં કુલ 912.5 GB ડેટા ઉપલબ્ધ છે. ઉપલબ્ધ ડેઈલી ડેટાની લિમિટ દરરોજ સમાપ્ત થયા બાદ ડેટાની સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.

અનલિમિટેડ વોઇસ કોલ અને એસએમએસ (Reliance Jio Recharge Plans)
સ્માર્ટફોન યુઝર્સ માટે રિલાયન્સ જિયોના આ રિચાર્જ પેકમાં અનલિમિટેડ વૉઇસ કૉલ્સ ઉપલબ્ધ છે. તેનો અર્થ એ કે કોઈપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર વૉઇસ કૉલ્સ ઑફર કરવામાં આવે છે. Jioના આ પેકમાં દરરોજ 100 SMS મળે છે.
વાત કરીયે તો, આ રિચાર્જ પ્લાનમાં ઉપલબ્ધ ઓટીટી ઓફર્સની તો આ રિચાર્જ પેકમાં Sony LIV, ZEE5નું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. ઉપરાંત JioTV, JioCinema અને JioCloudની ફ્રી મેમ્બરશિપ પણ પેકમાં ઉપલબ્ધ છે. નોંધનીય છે કે આ પ્લાનમાં Sony LIV અને ZEE5નું સબસ્ક્રિપ્શન JioTV એપ દ્વારા ઉપલબ્ધ છે. Jioના 5G નેટવર્કનો ઉપયોગ કરનારા ગ્રાહકો આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, Jioના આ પ્લાનમાં ઉપલબ્ધ JioCinema સબસ્ક્રિપ્શન JioCinema પ્રીમિયમ કન્ટેન્ટની ઍક્સેસ પ્રદાન કરતું નથી.