scorecardresearch

Renault Kiger Electric SUV: 2023 Auto Expo માં નજર આવી શકે ઈલેકટ્રીક રેનો કાઈગર, મળી શકે છે 400 km સુધીની રેન્જ

Renault SUV Kiger EV : રેનોલ્ટ એસયુવી કીગર ઈવી (Renault SUV Kiger EV) માં પહેલા બેટરી પેકમાંથી 300 કિલોમીટર અને બીજા બેટરી પેકમાંથી 400 કિલોમીટરની રેન્જ મળી શકે છે. આ સાથે આ ઇલેકટ્રીક એસયુવીમાં 110 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ મળી શકે છે.

The company may launch the Renault Kiger EV in the market with two battery pack variants. (Photo – Renault)
કંપની Renault Kiger EVને બે બેટરી પેક વેરિઅન્ટ સાથે બજારમાં લોન્ચ કરી શકે છે. (ફોટો- રેનોલ્ટ).

Auto Expo 2023 માં કોઈ કાર નિર્માતા કંપની પોતાની નવી ઈલેકટ્રીક કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે જેમાંથી એક નામ રેનોલ્ટ ઇન્ડિયા (Renault India) નું પણ છે જે ઇન્ડિયન કાર માર્કેટમાં પોતાની પહેલી ઇલેકટ્રીક કાર લોન્ચ કરી શકે છે અને આ ઈલેકટ્રીક કાર કંપેક્ટ એસયુવી રેનોલ્ટ કાઈગર (Renault Kiger) નો ઈલેકટ્રીક અવતાર હશે.

રિપોર્ટ્સ મુજબ, 2023 Auto Expo માં લોન્ચ થતા પહેલા Renault Kiger EV ને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરાઈ છે, જેમાં આ ઇલેકટ્રીક એસયુવી કેટલાક ખાસ બદલાવો સાથે જોવા મળી હતી.

કેવી હશે ડિઝાઇન :

રિપોર્ટ્સ મુજબ રેનો કાઈગર એસયુવીમાં કરાયેલ બદલાવમાં તેના એક્સટીરિયરની વાત કરીએ તો તેના ફ્રન્ટ ગ્રીલની ડિઝાઇનને ચેન્જ કરતા ડિઝાઇનમાં ગ્રીલ લગાયેલ છે , જેમાં ચાર્જિંગ માટે સપોર્ટ વિન્ડો ને પણ જોડી છે અને આ વિન્ડો કંપની લોકોને નીચે મળશે. આ સિવાય હેડલાઇટ,તેલ લાઈટ અને ટર્ન સિગ્નલ લેમ્પમાં કંપનીએ એલઇડીનો ઉપયોગ કર્યો છે જેની સાથે એલઇડી ડીઆરેલ અપાયેલ છે.

આ પણ વાંચો: ICICI Fraud Loan Case: ચંદા કોરચ અને દીપક કોચર થશે મૂક્ત

શું હોઈ શકે છે બેટરી પેક :

રિપોર્ટ્સ મુજબ, કંપની એને 2 બેટરી પેક વેરિએન્ટની સાથે માર્કેટમાં લાવી શકે છે જેમાં પહેલા બેટરી પેક 19 kWh અને બીજા 24 kWh ક્ષમતા વાળી હોઈ શકે છે. જેની સાથે હોમ ચાર્જર સિવાય ફાસ્ટ ચાર્જરનો ઓપ્શન પણ અપાય છે.

કેટલી મળી શકે છે રેન્જ:

રેન્જની વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ, પહેલા બેટરી પેકથી 300 કિલોમીટર અને બીજા બેટરી પેકથી 400 કિલોમીટરની રેન્જ મળી શકે છે. આ સાથે આ ઇલેકટ્રીક એસયુવીમાં 110 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ મળી શકે છે.

આ પણ વાંચો: વિશ્વના નં-3 અબજોપતિ ગૌત્તમ અદાણીને કઇ વાતનો અફસોસ છે? દિલ ખોલીને કહીં આ વાત

શું છે ફીચર્સ:

ફીચર્સની વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ, આ ઈલેકટ્રીક એસયુવીમાં તેજ ફીચર્સ અપાશે જે તેના પેટ્રોલ મોડલમાં મળે છે. આ ફીચર્સમાં એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લેની કનેકટીવીટી વાળા 8 ઇંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7 ઇંચનું ડિજિટલ ડ્રાયવર ડિસ્પ્લે,ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પુશ બટન, સ્ટાર્ટ-સ્ટોપ, વાયરલેસ ફોન ચાર્જર, ક્રુઝ કંટ્રોલ, ઈયર પ્યુરિફાયર, ચાર એયર બેગ, એબીએસ, સ્પીડ સેન્સિંગ ડોર લોક્સ, 360 ડિગ્રી વ્યુ કેમેરા અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ મળી શકે છે.

Web Title: Renault first electric car suv kiger ev launch news spot range full detail technology

Best of Express