Renault Kwid 10th Anniversary Limited Edition Launch : ફ્રેન્ચ કાર કંપની રેનો એ ભારતમાં 10 વર્ષ પહેલા તેની એન્ટ્રી લેવલ હેચબેક ક્વિટ કાર લોન્ચ કરી હતી, જેની 10મી વર્ષગાંઠ નિમિત્તે કંપનીએ આ કારની સ્પેશિયલ એડિશન રજૂ કરી છે, જેના કુલ 500 યુનિટ જ બનાવ્યા છે, કારણ કે આ એક લિમિટેડ એડિશન છે. ક્વિડના આ 10મી વર્ષગાંઠના સ્પેશિયલ વર્ઝનની કિંમત મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 5.14 લાખ રૂપિયા અને AMT સાથે 5.63 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે.
Renault Kwid 10th Anniversary Limited Edition : નવું શું છે?
ક્વિડની 10મી એનિવર્સરી એડિશન ડ્યુઅલ ટોન એક્સટીરિયર કલરમાં ઉપલબ્ધ છે: બ્લેક રૂફ સાથે ફિએરી રેડ અને બ્લેક રૂફ સાથે ન્યૂ શેડો ગ્રે. વાસ્તવમાં, આ નવા લોન્ચ સાથે, ક્વિડ ડ્યુઅલ-ટોન કલર સ્કીમ સાથે ભારતની સૌથી સસ્તી કાર બની ગઈ છે. તેની સ્ટાઇલિંગને ચમકદાર બ્લેક ફ્લેક્સ વ્હીલ્સ અને ગેટ પર સી પિલર પર વિશિષ્ટ એનિવર્સરી ડિકલ્સ સાથે વધુ સ્ટાઇલિશ બનાવવામાં આવી છે. પીળા રંગની ગ્રિલ ઇન્સર્ટ દાખલ લિમિટેડ એડિશન ક્વિડને યુનિક લુક આપે છે.
કેબિનની અંદર, આ લિમિટેડ એડિશન ક્વિડ 10 મી એનિવર્સરી થીમ આધારિત સીટ ડિઝાઇન અને પ્રીમિયમ ડિટેઇલિંગ સાથે આવે છે. આ સ્પેશિયલ એડિશનના ફેસ્ટિવ કેરેક્ટરને આગળ વધારવા માટે, ઇન્ટિરિયરમાં સીટ પર યલો એક્સેન્ટ, મેટલ મસ્ટર્ડ સ્ટિચ સાથે લેથરેટ સ્ટીયરિંગ વ્હીલ, ઇન્ફોટેનમેન્ટ સરાઉન્ડ, ડોર ટ્રિમ્સ, લ્યુમિનેટેડ સ્કફ પ્લેટ્સ અને પુડલ લેમ્પ્સ છે.
Renault Kwid : અન્ય અપડેટ્સ
લિમિટેડ એડિશન મોડલ સિવાય રેનોએ ક્વિડની સ્ટાન્ડર્ડ રેન્જમાં પણ કેટલાક નોંધપાત્ર ફેરફારો કર્યા છે. ઉદાહરણ તરીકે, 3 પોઇન્ટ સીટબેલ્ટ હવે ક્વિડના તમામ વેરિયન્ટમાં સામાન્ય છે. આ ઉપરાંત ક્વિડના ક્લાઇમ્બર વેરિઅન્ટમાં હવે 6 એરબેગ મળે છે. રેનોએ ક્વિડ વેરિઅન્ટનું નામકરણ પણ અપડેટ કર્યું છે. રેનો ક્વિડ હવે ત્રણ મુખ્ય ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે, જેમાં ઇવોલ્યુશન (અગાઉ RXL), ટેકનો (અગાઉ RXT) અને ક્લાઇમ્બર વેરિઅન્ટનો સમાવેશ થાય છે.
રેનો ક્વિડની કિંમત 4.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ક્વિડ ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પ સાથે ભારતની સૌથી સસ્તી કાર પણ છે અને તેની પ્રારંભિક કિંમત 4.99 લાખ રૂપિયા (બંને એક્સ-શોરૂમ) છે.
| વેરિઅન્ટ | કિંમત (એક્સ-શોરૂમ) |
|---|---|
| ઓથેન્ટિક MT | ₹ 4,29,900 |
| ઈવોલ્યુશન MT | ₹4,66,500 |
| ઈવોલ્યુશન AMT | ₹ 4,99,900 |
| ટેક્નો MT | ₹ 4,99,900 |
| 10મી એનિવર્સરી એડિશન MT | ₹ 5,14,500 |
| ટેકનો MT | ₹ 5,48,800 |
| 10મી એનિવર્સરી એડિશન MT | ₹ 5,63,500 |
| ક્લાઇમ્બર | ₹ 5,47,000 |
| ક્લાઇમ્બર AMT | ₹ 5,88,200 |
| ક્લાઇમ્બર DT | ₹ 5,58,000 |
| ક્લાઇમ્બર AMT DT | ₹ 5,99,100 |
રેનો ક્વિડ પાવરટ્રેન સ્પેક્સ
રેનો ક્વિડમાં 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જે 68 બીએચપી અને 91 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે અને 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ એએમટીની પસંદગી સાથે ઓફર કરવામાં આવે છે.





