/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Renuka-Jagtiani-Landmark-Group-CEO-business-net-worth-Forbes-Billionaires-2024-list-Renuka-Jagtiani-Husband-1.jpg)
Renuka Jagtiani : પતિ હતા કેબ ડ્રાઈવર, રેણુકા જગતિયાનીનું નામ ફોર્બ્સ રીચેસ્ટ લિસ્ટમાં સામેલ (LANDMARK GROUP)
Renuka Jagtiani : ફોર્બ્સે ભારતીય અબજોપતિઓની લિસ્ટ જાહેર કરી છે જેમાં 25 નવા સેલિબ્રિટીઝનો સમાવેશ થયો છે. આ સેલિબ્રિટીઝ લિસ્ટમાં રેણુકા જગતિયાનીનું પણ નામ સામેલ છે. રેણુકા જગતિયાની અબજોપતિઓની લિસ્ટમાં 44 માં ક્રમે છે. તેમની ટોટલ નેટવર્થ લગભગ 5 બિલિયન હોવાનો અંદાજ છે. એક સમય હતો જયારે રેણુકાના પતિ લંડનમાં કેબ ડ્રાયવર હતા. અહીં જાણો રેણુકા જગતિયા વિષે વધુમાં,
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Renuka-Jagtiani-Landmark-Group-CEO-business-net-worth-Forbes-Billionaires-2024-list-Renuka-Jagtiani-Husband-.jpg)
રેણુકા જગતિયાની ફોર્બની ટોપ 100 ભારતીય ધનિકોની યાદીમાં 44મા સ્થાને છે. રેણુકા જગતિયાની લેન્ડમાર્ક ગ્રુપના CEO છે અને તેમની સંપત્તિ $4.8 બિલિયન અથવા લગભગ 40, 000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.લેન્ડ માર્ક ગ્રુપનો બિઝનેસ ઘણા દેશોમાં છે. તેનું મુખ્યાલય દુબઇમાં છે અને આ કંપનીની સ્થાપના રેણુકાએ તેના સ્વર્ગસ્થ પતિ મિકી જગતિયાની સાથે મળીને કરી હતી.
આ પણ વાંચો: Kia Sonet : કિયા સોનેટમાં સનરૂફ સાથે નવા 4 વેરિયન્ટ લોન્ચ,જાણો કિંમત અને અન્ય ડિટેલ્સ
સેક્ટરમાં તેના કામને ન અવગણતા, રેણુકાને આઉટટસ્ટેન્ડિંગ એશિયન બિઝનેસ વુમન ઓફ ધ યર (2007) અને બિઝનેસ વુમન ઓફ ધ યર (2021) જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. ફોર્બ્સની લિસ્ટમાં આવનાર રેણુકા જગતિયાની સ્ટોરી અહીં વાંચો,
પતિ કેબ ડ્રાઈવર હતા
રેણુકા જગતિયાનીના પતિ મિકી જગતિયા એક સમયે લંડનના રસ્તાઓમાં કેબ ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. રિપોર્ટ અનુસાર, વર્ષ 1970 ના સમયમાં રેણુકાના પતિ લંડનમાં કેબ ડ્રાયવર હતો, પછી તે બેહરીન ગયો, ત્યારબાદ મિકી દુબઇ પહોંચ્યો અને એક બિઝનેસ શરૂ કર્યું, જેનું હાલ સંચાલન પત્ની રેણુકા જગતિયાની કરે છે.
મિકી જગતિયાની, જેઓ લંડનમાં કેબ સર્વિસ પૂરી પાડતા હતા, તેમના માતા-પિતા અને ભાઈના આકસ્મિક મૃત્યુ પછી વર્ષ 1973 માં બહેરીન ગયા, જ્યાં તેમણે તેમના ભાઈની રમકડાની દુકાનનું સંચાલન કરવાનું શરૂ કર્યું, તેણે તેના રમકડાંના આઉટલેટસનો વિસ્તાર પણ કર્યો અને 10 વર્ષમાં 6 રમકડાની દુકાનો શરૂ કરી હતી. ત્યારબાદ ગલ્ફ વોરનો એન્ડ આવ્યો અને દુબઈ પહોંચ્યો અને ત્યાં તેનું લેન્ડમાર્ક ગ્રુપ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: સોનું ચાંદી ઓલટાઈમ હાઇ : સોનું 71700 રૂપિયાની ટોચે, ચાંદીમાં 2500નો ઉછાળો
પતિના અવસાન પછી મિકી જગતિયાનીએ લેન્ડમાર્ક ગ્રૂપ દ્વારા બિઝનેસ સંભાળ્યો અને મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ફેશન, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર સહીતના હોટેલ બિઝનેસમાં વધારો થયો હતો. રેણુકાના પતિના મૃત્યુ પછી, રેણુકાએ બિઝનેસ સંભાળ્યો અને વર્ષ 1993માં લેન્ડમાર્ક ગ્રુપમાં એન્ટ્રી કરી હતી. રેણુકા 3 બાળકોની માતા છે તેને ટોટલ નેટવર્થ $ 4.8 બિલિયન છે. હવે રેણુકાઆ ગ્રુપની ચેરપર્સન છે અને તેના 3 બાળકો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે.
રેણુકાએ લેન્ડમાર્ક ગ્રૂપનો કબજો સંભાળ્યા પછી, તેણે તેના વ્યવસાયને ઝડપથી વિસ્તાર્યો અને આજે વિશ્વના 21 દેશોમાં કંપનીના 2200 થી વધુ સ્ટોર્સ કાર્યરત છે. રેણુકાએ ઇન્ડિયામાં અને દુબઇમાં તેના પતિ મિકી પાસેથી મળેલા બિઝનેસને આગળ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ફોર્બ્સ અનુસાર, તેણે લેન્ડમાર્ક ગ્રુપનો ઇન્ડિયન બિઝનેસ વર્ષ 1999 માં શરૂ કર્યો હતો અને હવે દેશમાં કંપનીના 900 થી પણ વધુ સ્ટોર્સ છે. આ ઉપરાંત લેન્ડમાર્ક ગ્રુપનો હોટેલ બિઝનેસ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે અને રેણુકાની નેટવર્થ પણ ઘણી વધી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us