2024 Royal Enfield Classic 350: રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 12 ઓગસ્ટે થશે લોન્ચ, જાણો સંભવિત ફિચર્સ

2024 Royal Enfield Classic 350 Launch Date: રોયલ એનફિલ્ડ તેની બેસ્ટ સેલિંગ બાઇક એક નવા વર્ઝનમાં ક્લાસિક 350 લોન્ચ કરવા જઇ રહી છે, જેના સંભવિત ફિચર્સ સહિત મોટા અપડેટ્સ અહીં તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
Updated : August 01, 2024 16:47 IST
2024 Royal Enfield Classic 350: રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 12 ઓગસ્ટે થશે લોન્ચ, જાણો સંભવિત ફિચર્સ
2024 Royal Enfield Classic 350 Launch: અપડેટેડ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 નવા ફિચર્સ અને અમુક ફેરફાર સાથે લોન્ચ થવાની છે. (Photo: Social Media)

New Royal Enfield Classic 350 Launch Date: રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અપડેટેડ વર્ઝન 12 ઓગસ્ટે લોન્ચ થશે. રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 રોયલ એનફિલ્ડની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ છે, જેનું દર મહિને સરેરાશ 20 હજાર યુનિટનું વેચાણ થાય છે. કંપની આ બાઇકને ડિઝાઇનથી લઇને ફિચર્સ સુધી ઘણા નવા અપડેટ્સ સાથે બજારમાં લોન્ચ કરી રહી છે.

રોયલ એનફિલ્ડ એ 2021 માં ન્યુ જનરેશનની રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 લોન્ચ કરી હતી, જેમાં ઓલ ન્યૂ ચેસિસ અને નવું એન્જિન આપવામાં આવ્યું છે. તમામ અપડેટ્સ હોવા છતાં, નવા મોડેલમાં અગાઉના મોડેલની જુની ખાસિયતો યથાવત રાખી છે અને સાથે જ રાઇડરને ઘણા સારો અનુભવ પ્રદાન કરવામાં આવે છે.

જો કે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ અપડેટેડ મોડેલમાં નવા એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી ટેલ લેમ્પ્સ અને એલઇડી પાઇલટ લેમ્પ્સ મળશે, જે તેની વિઝ્યુઅલ અપીલમાં વધારો કરશે. આમ કુલ મળીને ડિવાઇસની યાદીમાં ઘણા ફેરફાર થવાની અપેક્ષા છે, ક્લાસિક 350 ઘણા વેરિયન્ટમાં લોન્ચ કરવાનું ચાલુ રહેશે, જે અલગ અલગ કસ્ટમરની પસંદગીને પુરી કરે છે. ઉલ્લેખનીય છે કે, લોઅર વેરિઅન્ટમાં રિયર ડ્રમ બ્રેક યથાવત રહેશે, જે ક્લાસિક 350 રેન્જમાં એક સરળ એન્ટ્રી પોઈન્ટ આપશે.

ન્યુ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 : સ્પેક્સ અને ફિચર્સ

ઓટો કંપની રોયલ એનફિલ્ડનું ક્લાસિક 350માં 349સીસીનું પાવરફુલ એર/ઓઇલ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.2 બીએચપી પાવર અને 27એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ પાવરફુલ મોટરને એક સ્મૂથ શિફ્ટિંગ 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે, જે સીમલેસ એક્સિલરેશન પૂરું પાડે છે. આ એન્જિનને મજબૂત ડ્યુઅલ-ક્રેડલ ફ્રેમમાં રાખવામાં આવ્યું છે, જે આગળના ભાગમાં 41 એમએમ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં પ્રીલોડ-એડજસ્ટેબલ ટ્વિન શોક એબ્ઝોર્બર્સ દ્વારા સપોર્ટેડ છે, જે આરામદાયક સવારીની ખાતરી આપે છે.

આ પણ વાંચો | લોન્ચ પહેલા ટાટા કર્વ ના ફીચર્સ લીક, જાણો સેફ્ટી થી લઇ ડ્રાઇવિંગ રેન્જ સહિત તમામ ખાસિયતો

બ્રેક સિસ્ટમ બંને ટાયર પર સિંગલ ડિસ્ક દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે, જેમાં બેઝ ટ્રીમમાં પાછળની તરફ ડ્રમ બ્રેક હોય છે. ડ્યુઅલ-ડિસ્ક મોડલમાં ડ્યુઅલ-ચેનલ એબીએસ છે, જ્યારે સિંગલ-ડિસ્ક વેરિઅન્ટમાં સિંગલ-ચેનલ એબીએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધારાની ફિચર્સમાં કોમ્પેક્ટ ડિજિટલ ડિસ્પ્લે અને યુએસબી ચાર્જિંગ પોર્ટ્સ સાથે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર શામેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ