Royal Enfield Classic 350 vs Jawa 42: રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 vs જાવા 42 બંને માંથી કઇ બાઈક શાનદાર? જાણો કિંમત અને ફીચર્સ

Royal Enfield Classic 350 vs Jawa 42: રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અને જાવા 42 અપડેટ સાથે ભારતમાં રજૂ કરવામાં આવી છે. અહીં બને બાઇકની કિંમત, ફીચર્સ અને એન્જિન સહિત તમામ વિગત જોઇ નક્કી કરો

Written by Ajay Saroya
Updated : August 16, 2024 16:27 IST
Royal Enfield Classic 350 vs Jawa 42: રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 vs જાવા 42 બંને માંથી કઇ બાઈક શાનદાર? જાણો કિંમત અને ફીચર્સ
Royal Enfield Classic 350 vs Jawa 42: રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અને જાવા 42 બાઈકની તુલનાત્મક સરખામણી.

Royal Enfield Classic 350 vs Jawa 42 Price: ક્રુઝર બાઇક સેગમેન્ટમાં એક સમયે રોયલ એનફિલ્ડ વર્ચસ્વ ધરાવતી હતી, હવે ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં જાવા અને હાર્લી ડેવિડસન જેવા પ્રીમિયમ ટુ વ્હિલર પણ લોકપ્રિય થયા છે. તાજેતરમાં જ કુઝર બાઇક સેગમેન્ટની બે ખૂબ જ લોકપ્રિય બાઇક રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અને જાવા 42 અપડેટ કરવામાં આવી છે. રોયલ એનફિલ્ડ મોટાભાગે કોસ્મેટિક અપડેટ્સ સાથે આવે છે જ્યારે જાવા બાઇક કિંમતમાં ઘટાડો તેમજ વધુ પાવરફુલ એન્જિન સાથે આવે છે. રોઇલ એનફિલ્ડ અને જાવા બંનેમાંથી કોણ સૌથી વધુ પાવરફુલ પર્ફોર્મન્સ આપે છે જાણો

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 vs જાવા 42: એન્જિન અને પર્ફોર્મન્સ (Royal Enfield Classic 350 vs Jawa 42 Mileage)

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઈક વિશ્વસનીય 350 સીસી સિંગલ પોટ એર-કૂલ્ડ યુનિટ સાથે આવે છે જે 20 બીએચપી અને 27 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જાવા 42 બાઇક તેના 294 સીસી લિક્વિડ-કૂલ્ડ જે પેન્થર એન્જિન સાથે અપડેટ થઇ છે, તે 27 બીએચપી અને 27 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

જાવા કંપની દાવો કરે છે કે, બાઇક ઓછું વાઇબ્રેશન કરે છે, ગીયર શિફ્ટ સરળ બનાવવામાં આવ્યા છે અને ઇસીયુમાં ગિયર બેઝ્ડ થ્રોટલ મેપ્સ સામેલ કરવામાં આવ્યા છે. ક્લાસિક 350 બાઇક 5 સ્પીડ ટ્રાન્સમિશન પર વેટ ક્લચ સાથે આવે છે જ્યારે જાવા 42 બાઇક 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે આસિસ્ટ અને સ્લિપર ક્લચમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 vs જાવા 42 : ફીચર્સ અને ખાસિયત (Royal Enfield Classic 350 vs Jawa 42 Features)

જો ફીચર્સ અને ખાસિયતોની વાત કરીયે તો રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઇકમાં ઘણા બધા અપગ્રેડ મળે છે જ્યારે જાવા 42 આ મામલે મોટા ભાગે સમાન છે. ક્લાસિક 350 બાઇકમાં એલઇડી હેડલેમ્પ, એલઇડી પાઇલટ લેમ્પ્સ, એલઇડી ટર્ન સિગ્નલ્સ (પસંદગીના વેરિઅન્ટ પર), ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ, નેવિગેશન ડિસ્પ્લે, એડજેસ્ટેબલ લિવર્સ અને ગીયર પોઝિશન ઇિન્ડકેટર આવે છે.

તો જાવા 42 બાઇકમાં સ્ટાન્ડર્ડ હેલોજન હેડલેમ્પ અને ટર્ન સિગ્નલ, ડિજિ એનાલોગ સ્પીડો, ફિક્સ્ડ ટાઇપ બ્રેક અને ક્લચ લીવર્સ આવે છે. જાવા કંપની ભારપૂર્વક કહે છે, લાંબી મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે સીટ થોડીક ટ્વીક કરવામાં આવી છે અને હેડલેમ્પને તેની ઉપર એક મિની-વિન્ડસ્ક્રીન આવે છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 vs જાવા 42: બ્રેક સિસ્ટમ

નવી જાવા 42 બાઈક વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને રિ-ટ્યુન્ડ સસ્પેન્શન સેટઅપ્સ સાથે આવે છે. બંને બાઇકમાં આગળ બે ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં ટ્વિન એબસોર્બર્સ એડજેસ્ટેબલ પ્રીલોડ આવે છે. ક્લાસિક 350 ના ફ્રન્ટ ફોર્ક્સ 42 એમએમ જ્યારે જાવા 42 બાઇકના માત્ર 35 મીમીના છે.

બંને પ્રીમિયમ બાઇકમાં બ્રેક પર ડ્યુઅલ ચેનલ એબીએસ મળે છે, જો કે રોયલ એનફિલ્ડમાં તમે સિંગલ ચેનલ વેરિઅન્ટની પસંદગી કરી શકો છો. જાવા માં 280 મીમી અને 240 મીમી બ્રેક ડિસ્ક મળે છે જ્યારે રોયલ એનફિલ્ડમાં 300 મીમી અને 270 મીમી ડિસ્ક મળે છે.

આ પણ વાંચો | Ola રોડસ્ટર ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, સિંગલ ચાર્જમાં 579 કિમી દોડશે, જાણો કિંમત અને ફીચર્સ

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 vs જાવા 42: રંગ વિકલ્પ

બાઈકના કલરની વાત કરીયે તો રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઇક એમરલ્ડ ગ્રીન, મેડલિયન બ્રોન્ઝ, કમાન્ડો સેન્ડ, મદ્રાસ રેડ, જોધપુર બ્લુ, ગન ગ્રે અને સ્ટીલ્થ બ્લેક જેવા સાત કલરમાં ઉપલબ્ધ છે. તો જાવા 42 બાઇક હવે 7 નવા કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે. અગાઉ ઉપલબ્ધ કલર ઉપરાંત હવે વેગા વ્હાઇટ, ઓડિસી બ્લેક, એસ્ટરોઇડ ગ્રે, સેલેસ્ટિયલ કોપર મેટ, નેબ્યુલા બ્લુ, ઓરિયન રેડ મેટ અને વોયેજર રેડ રંગમાં ખરીદી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ