Sahara Refund Portal : સહારા ગ્રૂપના થાપણદારો માટે ખુશખબર, 45 દિવસમાં ફસાયેલા નાણાં રિફંડ મળશે, આ પોર્ટલ પર કરો અરજી

Sahara Refund Portal CRCS : સહારા ગ્રૂપની વિવિધ કંપનીઓમાં 10 કરોડ થાપણદારોને ફસાયેલા નાણાં તેમને રિફંડ કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહે 'CRCS-સહારા રિફંડ પોર્ટલ' લોન્ચ કર્યું

Written by Ajay Saroya
July 18, 2023 16:05 IST
Sahara Refund Portal : સહારા ગ્રૂપના થાપણદારો માટે ખુશખબર, 45 દિવસમાં ફસાયેલા નાણાં રિફંડ મળશે, આ પોર્ટલ પર કરો અરજી
Sahara Refund Portal CRCS : સહારા ગ્રૂપની 4 કંપનીઓમાં 10 કરોડ રોકાણકારોના નાણાં ફસાયેલા છે. (Express file photo)

Sahara Refund Portal CRCS: સહારા ગ્રૂપની વિવિધ કંપનીની કોઇ વીમા યોજનામાં જેમના નાણાં ફસાયેલા છે તેવા લોકો માટે એક ખુશખબર છે. સહારા ગ્રૂપની વીમા કંપનીમાં જેમના નાણા ઘણા વર્ષોથી ફસાયેલા છે તે પરત મળી શકે છે. સહારા ઇન્ડિયાની વીમા કંપનીના વીમાધારકોને નાણાં પરત મળે તે હેતુસર કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જે થાપણદારોના નાણાં ફસાયેલા છે તેઓ હવે સહારા રિફંડ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ક્લેમ કરી શકે છે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

CRCS-સહારા રિફંડ પોર્ટલ લોન્ચ, 45 દિવસમાં રિફંડ મળશે

દેશના ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે ‘CRCS-સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કર્યું. આ પોર્ટલનો હેતુ સહારા ગ્રૂપની 4 સહકારી મંડળીઓમાં જમા કરાયેલા કરોડો લોકોના વેતન લગભગ 45 દિવસમાં પરત કરવાનો છે. તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા, તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે થાપણદારોને તેમના પૈસા પાછા મળી રહ્યા છે જેમાં બહુવિધ સરકારી એજન્સીઓ સંડોવાયેલી છે અને દરેકે સંપત્તિઓ જપ્ત કરી છે.

થાપણદારોને કેટલા પૈસા મળશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે થાપણદારોને ખાતરી આપી હતી કે હવે કોઈ તેમના પૈસા રોકી શકશે નહીં અને પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યાના 45 દિવસમાં તેમને રિફંડ મળી જશે. સરકારે 29 માર્ચે કહ્યું હતું કે 9 મહિનાની અંદર ચાર સહકારી મંડળીઓના 10 કરોડ રોકાણકારોને નાણાં પરત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાંથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ને રૂ. 5,000 કરોડ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં થાપણદારોને 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે અને બાદમાં જેમણે વધુ રોકાણ કર્યું છે તેમના માટે રકમ વધારવામાં આવશે.

સહારા ગ્રૂપની 4 સહકારી મંડળીઓમાં 10 કરોડ થાપણદારોના નાણા ફસાયા

સહારા ગ્રૂપની 4 સહકારી મંડળી – સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હુમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં 10 કરોડ થાપણદારોના નામાં ફસાયેલા છે. જેમાં 30,000 રૂપિયા સુધીનું રોકાણ છે તેવા થાપણદારોની સંખ્યા 2.5 કરોડ જેટલી છે.

આધાર લિંક્ડ બેંક ખાતામાં પૈસા પરત કરવામાં આવશે

તેમણે કહ્યું કે થાપણદારોને રૂ. 5,000 કરોડ પરત કરવામાં આવ્યા પછી, અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશું અને તેમને વધુ ભંડોળ રિલિઝ કરવા માટે વિનંતી કરીશું, જેથી મોટી રકમવાળા અન્ય થાપણદારોને સંપૂર્ણ રિફંડ મળી શકે. IFCIની પેટાકંપનીએ આ સહકારી મંડળીઓના થાપણદારો માટે માન્ય દાવાઓ સબમિટ કરવા માટે એક પોર્ટલ વિકસાવ્યું છે. શાહે કહ્યું કે આ માટે બે બાબતો જરૂરી છે – મોબાઇલ સાથે આધાર રજિસ્ટર્ડ અને તે બેંક ખાતામાં સાથે આધાર લિંક કરવું જેમાં રિફંડ જમા કરવાનું છે.

CSC લોકોને સહારા રિફંડ પોર્ટલ પર નોંધણી કરવામાં મદદ કરશેઃ શાહ

અમિત શાહે કહ્યું કે કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC થાપણદારોને CRCS-સહારા રિફંડ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મદદ કરશે. તેમણે કહ્યું કે 5,000 કરોડ રૂપિયાનું ફંડ પ્રથમ તબક્કામાં 1.7 કરોડ થાપણદારોને રાહત આપવામાં સક્ષમ હશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ