/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/samsung-flip-5.jpg)
samsung-flip-5
દક્ષિણ કોરિયાની પ્રમુખ મોબાઈલ મેકર કંપની, સેમસંગએ પોતાની ગેલેક્ષી અનપેક્ડમાં પોતાની નેક્સ્ટ જનરેશનને ફોલ્ડેબલ ડિવાઇસ, Galaxy Z Fold 5 અને Galaxy Z Flip 5 ને જુલાઈ, 2023 ના અંત સુધીમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કમ્પની સિયોલમાં એક ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટમાં ફોલ્ડ 5 અને ફ્લિપ 5 નું અનાવરણ કરાશે.
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના પ્રેસિડેન્ટ અને મોબાઈલ એક્સપીરીયન્સ બિઝનેસના પ્રમુખ ટીએમ રોહને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, '' ફોલ્ડેબલ કેટેગરી સેમસંગ ઇનોવેશન આપવાનું વિઝનનું પ્રતીક છે, જે મોબાઈલ એક્સપિરિયન્સના ફ્યુચરને એક નવો શેપ આપવાની લિમિટને આગળ વધારે છે'', તેમણેએ પણ કહ્યું કે, '' સિયોલમાં અનપેક્ડની મેજબાનીનું ઘણું મહત્વ છે કેમ કે આ એક એવું સિટી છે જે ઇનોવેશન અને ક્લચરની સાથે સાથે ફોલ્ડેબલ કેટેગરીમાં જોવા મળતું કેન્દ્ર બની ગયું છે.
Samsung Galaxy Unpacked 2023 details: Galaxy Z Fold 5 અને Galaxy Z Flip 5 આ વર્ષે Samsung ના સૌથી પોપ્યુલર ડિવાઇસ માંથી એક છે. Galaxy Z Fold 5 માં 7.6 ઇંચની ઇન્ટર્નલ ડીપ્લ્યે અને 6.2 ઇંચની કવર સ્ક્રીનની આશા છે. ફોલ્ડેબલથી ખાસ હિંગ મેકેનિઝ્મની આશા રખાય છે જે નિશ્ચિત રૂપથી ડિવાઇસને વધુ ટકાઉ બનાવે છે, પરંતુ આ પણ કહેવાય છે કે તેમાં, એક એવી ડિઝાઇન છે જે ગેપલસ બનાવશે. બીજી બાજુ, Galaxy Z Fold 5 માં 3.4 ઇંચ ડિસ્પ્લે અને સમાન વોટર-ડ્રોપ હિંજની સાથે આવવાની આશા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, કમ્પનીએ આ સુનિશ્ચિત કર્યું હતું કે તેમની ડિવાઇસ ગ્લોબલ માર્કેટની સાથે ભારતમાં પણ લોન્ચ થાય અને Galaxy Z Fold 5 અને Galaxy Z Flip 5 પણ કંઈક આવીજ આશા વ્યક્ત કરાઈ રહી છે.
Samsung Galaxy Unpacked 2023 : થઇ શકે છે કેટલાક નવા ડિવાઇસ લોન્ચ
આ પણ વાંચો: Kharif Season : આ ખરીફ સીઝન વખતે કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર કેમ ઘટવાની શક્યતા?
Fold 5 અને Galaxy Z Flip 5 આગામી ગેલેક્ષી અનપેક્ડમાં લોન્ચ થનારી એક માત્ર ડિવાઇસ હશે નહિ, સેમસંગ દ્વારા ગેલેક્ષી ટેબ એસ-9 સિરીઝ લોન્ચ થવાની પણ આશા છે, જેના વિષે કહેવાયું છે કે આ 3 મોડલ લોન્ચ કરશે, ગેલેક્ષી ટેબ એસ, ટેબ એસ9 પલ્સ અને ટેબ એસ અલ્ટ્રા.
આ ઇવેન્ટમાં ગેલેક્ષી વોચ 6 સિરીઝને પણ લોન્ચ કરવાની આશા વ્યક્ત કરાઈ છે, આ સિવાય સેમસંગ એપલ ના એર પોડ્સની સામે નવા ઇયરબડ્સ અને ગેલેક્ષી બડ્સ 3 ને પણ લોન્ચ કરી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us