Samsung Galaxy C55 Launched: સેમસંગે ચીનમાં પોતાની નવી સી-સીરીઝ સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવ્યો છે. લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી સી 55 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 7 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં AMOLED Plus ડિસ્પ્લે, 50 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમેરા અને 5000 mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી સી55 સ્માર્ટફોનના પાછળના ભાગમાં લેધર બેક પેનલ આપવામાં આવી છે. ચાલો સેમસંગ ગેલેક્સી સી 55 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
સેમસંગ ગેલેક્સી C55 કિંમત (Samsung Galaxy C55 Price)
સેમસંગ ગેલેક્સી સી55ના 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 23,000 રૂપિયા) છે. તો આ સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,299 યુઆન (લગભગ 26,000 રૂપિયા) છે. આ સ્માર્ટફોન બ્લેક અને ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસને ચીનની બહારના અન્ય બજારોમાં ક્યારે રજૂ કરવામાં આવશે તેની માહિતી હાલ ઉપલબ્ધ નથી.
સેમસંગ ગેલેક્સી C55ના સ્પેસિફિકેશન્સ (Samsung Galaxy C55 Specifications)
સેમસંગના નવા Galaxy C55માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
હેન્ડસેટમાં 6.7 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સલ) સુપર AMOLED Plus ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 1000 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 7 Gen 1 પ્રોસેસર, 12 જીબી સુધીની રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ડિવાઇસનો સ્ટોરેજ વધારીને 1 ટીબી કરી શકાય છે.
સેમસંગ ગેલેક્સી સી55 સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 163.9×76.5×7.8 મીમી છે અને તેનું વજન 180 ગ્રામ છે.
આ પણ વાંચો | શાનદાર 5G સ્માર્ટફોનની કિંમત 5000 ઘટી, 200 એમપી કેમેરા અને 12 જીબી રેમ, જાણો ઓનર 90 સ્માર્ટફોનની નવી કિંમત
સેમસંગ ગેલેક્સી સી55 સ્માર્ટફોન માં 5G, NFC, વાઈ ફાઈ 802.11a/b/g/n/ac/ax, બ્લૂટૂથ 5.2, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ડોલ્બી એટમોસ ટેકનોલોજીવાળા સ્પીકર્સ છે. સિક્યોરિટી માટે સેમસંગના આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં એક્સેલેરોમીટર, ગાયરો સેન્સર, જિયોમેગ્નેટિક સેન્સર, લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર છે.