Samsung Galaxy F05 Launch: 8000 થી સસ્તો સેમસંગ ગેલેક્સી એફ05 સ્માર્ટફોન લોન્ચ, 50 MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો ફીચર્સ

Samsung Galaxy F05 Price: સેમસંગ ગેલેક્સી એફ05 લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન છે, જેમા મીડિયાટેક હીલિયો G85 ચિપસેટ છે. આ સ્માર્ટફોનમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો અને 2 વર્ષ OS અપગ્રેડ મળશે.

Written by Ajay Saroya
September 18, 2024 14:43 IST
Samsung Galaxy F05 Launch: 8000 થી સસ્તો સેમસંગ ગેલેક્સી એફ05 સ્માર્ટફોન લોન્ચ, 50 MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો ફીચર્સ
Samsung Galaxy F05 Launched: સેમસંગ ગેલેક્સી એફ05 સ્માર્ટફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. (Photo: Samsung)

Samsung Galaxy F05 Launched: સેમસંગે પોતાનો બજેટ એફ સીરીઝનો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ05 કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. ડિવાઇસમાં મીડિયાટેક હીલિયો G85 ચિપસેટ આપવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્સી એફ05 સ્માર્ટફોનમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો અને 2 વર્ષ માટે OS અપગ્રેડ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. જાણો સેમસંગના નવા ફોનમાં શું છે ખાસ?

સેમસંગ ગેલેક્સી એફ05ની કિંમત (Samsung Galaxy F05 Price in India)

સેમસંગ ગેલેક્સી એફ05 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા છે. આ ફોન ફ્લિપકાર્ટ, સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ અને પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર 20 સપ્ટેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોન ટ્વાઇલાઇટ બ્લૂ કલરમાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એફ05 ફીચર્સ (Samsung Galaxy F05 Features)

સેમસંગ ગેલેક્સી એફ05માં 6.7 ઇંચની એચડી + સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિવાઇસમાં મીડિયાટેક હીલિયો જી85 ચિપસેટ છે. આ ફોનને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો છે. હેન્ડસેટમાં રેમ એક્સપાન્શન ફીચર આપવામાં આવ્યું છે જેમાં ખાલી સ્ટોરેજનો ઉપયોગ કરીને 4જીબી વધારાની રેમ મળી શકે છે. ડિવાઇસના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી પણ વધારી શકાય છે.

સેમસંગ ગેલેક્સી એફ05 કેમેરા (Samsung Galaxy F05 Camera)

સેમસંગ ગેલેક્સી એફ05 સ્માર્ટફોન માં ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે, જેમાં 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. વોટરડ્રોપમાં ફોનની ડિસ્પ્લેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | Samsung Galaxy A06 સ્માર્ટફોન 10000થી ઓછી કિંમતમાં લોન્ચ, જાણો ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એફ05ને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં યુએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે આ હેન્ડસેટમાં ફેસ અનલોક ફીચર ઉપલબ્ધ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ