Samsung Galaxy F14 4G Price And Features: સેમસંગ ગેલેક્સી એફ14 4જી સ્માર્ટફોન હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગના આ ફોનનું 5G વેરિએન્ટ માર્ચ 2024માં લોન્ચ કરવામાં આવ્યું છે. નવા Galaxy F14 5Gમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જ્યારે Galaxy F14 5Gમાં 50MPનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 4G વેરિએન્ટમાં 13 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે.
સેમસંગ ગેલેક્સી એફ14 4જી કિંમત (Samsung Galaxy F14 4G Price)
સેમસંગ ગેલેક્સી એફ 14 4જી સ્માર્ટફોનનો 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 8999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન દેશભરના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આ હેન્ડસેટ નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન પર ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન મૂનલાઇટ સિલ્વર અને પેપરમિન્ટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
સેમસંગ ગેલેક્સી એફ14 4જી સ્પેસિફિકેશન્સ (Samsung Galaxy F14 4G Specifications)
સેમસંગ ગેલેક્સી એફ14 4જીમાં 6.7 ઇંચની ફુલએચડી + ફ્લેટ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં સ્ક્રીનની મધ્યમાં ફ્રન્ટ કેમેરા માટે નોચ આપવામાં આવી છે. સેમસંગના હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 4 જીબી સુધીની રેમ છે. ફોનમાં 64 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એફ 14 4જી સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલના બે સેન્સર છે. ફ્રન્ટ કેમેરા 13 મેગાપિક્સલનો છે.
આ પણ વાંચો | રિયલમી 13 સીરીઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો બંને માંથી કોણ સૌથી બેસ્ટ છે?
સેમસંગ ગેલેક્સી એફ14 4જી સ્માર્ટફોન ચાર્જ કરવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ વન UI 6 સાથે આવે છે.





