Samsung Galaxy F16 5G : 6 વર્ષ સુધી નવો રહેશે ફોન, 50MP કેમેરાવાળો સસ્તો ફોન, જાણો કિંમત

Samsung Galaxy F16 5G launched: સેમસંગે ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Galaxy F16 5G લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ 16 5જી કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે

Written by Ashish Goyal
March 13, 2025 20:42 IST
Samsung Galaxy F16 5G : 6 વર્ષ સુધી નવો રહેશે ફોન, 50MP કેમેરાવાળો સસ્તો ફોન, જાણો કિંમત
Samsung Galaxy F16 5G : સેમસંગે ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Galaxy F16 5G લોન્ચ કર્યો

Samsung Galaxy F16 5G launched: સેમસંગે ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Galaxy F16 5G લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ 16 5જી કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે અને તેમાં 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ, 5000mAhની બેટરી અને 8જીબી રેમ આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી એફ16 5જી સ્માર્ટફોનની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેમાં 6 એન્ડ્રોઇડ અપગ્રેડ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ મળશે. સાઉથ કોરિયન કંપની સેમસંગના આ ફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સંબંધિત દરેક વિગતો.

સેમસંગ ગેલેક્સી F16 5G કિંમત

સેમસંગ ગેલેક્સી F16 5Gની કિંમત 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,499 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ કંપની 1000 રૂપિયાનું બેંક કેશબેક આપી રહી છે.

ગેલેક્સી એફ 16 5જી સ્માર્ટફોનને ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટને ફ્લિપકાર્ટ, સેમસંગની વેબસાઇટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. ગેલેક્સી F16 5Gને વાઇબિંગ બ્લૂ, ગ્લેમ ગ્રીન અને બ્લિંગ બ્લેક કલરમાં ખરીદવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી F16 5G ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એફ 16 5જીમાં 6.7 ઇંચની 1080પીએક્સલ સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગેલેક્સી એફ 16 સ્માર્ટફોનમાં 4 જીબી રેમ, 6 જીબી રેમ અને 8 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે.

ફોનમાં પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ગેલેક્સી એફ 26 5જી 6 વર્ષના સોફ્ટવેર અપડેટ્સ અને 6 મોટા ઓએસ અપગ્રેડ્સની ખાતરી આપશે. ફોન હાલમાં એન્ડ્રોઇડ 15 આધારિત વનયુઆઈ 7 સાથે આવે છે.

ગેલેક્સી એફ 16 5જીમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 50 મેગાપિક્સલ વાઇડ, 5 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ અને 2 મેગાપિક્સલના મેક્રો સેન્સર આપવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી એફ 16માં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે સેમસંગના આ ફોનમાં 5જી, 4જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ