Samsung Galaxy S24 : સેમસંગ ગેલેક્સી S24 ફોન 200MP કેમેરાથી સજ્જ હશે, ખાસ ફીચર સહિત દરેક વિગત વિષે અહીં જાણો

Samsung Galaxy S24 : આગામી સેમસંગ ગેલેક્સી S24 પ્લસમાં 6.65-ઇંચની સ્ક્રીન હોઈ શકે છે, જે તેના પુરોગામી, Galaxy S23+ ના 6.6-ઇંચના ડિસ્પ્લે કરતા થોડો ફેરફાર હશે. કેવા હોઈ શકે ખાસ ફીચર્સ,અહીં વાંચો.

Written by shivani chauhan
August 02, 2023 09:57 IST
Samsung Galaxy S24 : સેમસંગ ગેલેક્સી S24 ફોન 200MP કેમેરાથી સજ્જ હશે, ખાસ ફીચર સહિત દરેક વિગત વિષે અહીં જાણો
Samsung Galaxy S24 (ફાઇલ ફોટો)

સેમસંગ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં Galaxy S24 સિરીઝનો ફ્લેગશિપ સ્માર્ટફોન રજૂ કરે તેવી અપેક્ષા છે. આ લાઇનઅપમાં Galaxy S24, Galaxy S24 Plus અને Galaxy S24 Ultra સામેલ હશે. આગામી મહિનાઓમાં, ધીમે ધીમે Galaxy S24 સિરીઝ પર ઘણા રિપોર્ટ આવશે. જો કે, આ અઠવાડિયે, Galaxy S24 Plus US વેરિઅન્ટના કેટલાક મેઈન સ્પેસિફિકેશન Geekbench બેન્ચમાર્કિંગ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે આ સ્માર્ટફોન કેવા ફીચર્સથી સજ્જ થઇ શકે,

Samsung Galaxy S24 Plus:

આગામી Samsung Galaxy S24 Plus, MySmartPrice દ્વારા જોવામાં આવેલ મોડેલ નંબર SM-S926U સાથે Geekbench વેબસાઇટ પર જોવા મળ્યો છે. ગીકબેન્ચ ટેસ્ટિંગમાં, Galaxy S24 Plus એ સિંગલ-કોર ટેસ્ટમાં 2,223 અને મલ્ટી-કોર ટેસ્ટમાં 6,661 સ્કોર કર્યો છે. આ ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન ચિપસેટ કોડનેમ “પાઈનેપલ” દ્વારા સંચાલિત થશે, જે આગામી સ્નેપડ્રેગન 8 જનરલ 3 ચિપસેટ હોવાની શક્યતા છે. આ પ્રોસેસરને Adreno 750 GPU સાથે પેર કરવામાં આવશે. લિસ્ટિંગ એ પણ સૂચવે છે કે Galaxy S24 Plus ના યુએસ વેરિઅન્ટમાં ઓછામાં ઓછી 8GB RAM હશે. આ સિવાય આવનારો ફોન લેટેસ્ટ એન્ડ્રોઈડ 14 ઓએસ પર ચાલશે.

આ પણ વાંચો: Payment Frauds: પેમેન્ટ ફ્રોડ રોકવા UIDAI કરશે AIનો ઉપયોગ; આધાર આધારિત પેમેન્ટ ફ્રોડના કેસોમાં ચિંતાજનક વધારો, જાણો કારણ

તાજેતરના રિપોર્ટ મુજબ, કંપની કેટલાક જગ્યાએ Exynos 2400 ચિપસેટ સાથે ફ્લેગશિપ Galaxy S24 સિરીઝના ફોન લોન્ચ કરી શકે છે. જો કે, ભારતમાં આવનારી Galaxy S24 શ્રેણી Qualcomm અથવા Exynos ચિપસેટ દ્વારા સંચાલિત હશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

આ ફીચર્સ હોઈ શકે

એક ટિપસ્ટરે તાજેતરમાં સૂચવ્યું હતું કે આગામી ગેલેક્સી S24 પ્લસમાં 6.65-ઇંચની સ્ક્રીન હોઈ શકે છે, જે તેના પુરોગામી, Galaxy S23+ ના 6.6-ઇંચના ડિસ્પ્લે કરતા થોડો ફેરફાર હશે. એવી પણ ધારણા છે કે આવનારી ફ્લેગશિપ સિરીઝમાં બેટર ઝૂમિંગ કેપેસીટી સાથે 200MP સેન્સર હોઈ શકે છે અને તમામ મોડલ્સમાં ટાઇટેનિયમ ફ્રેમ્સનો ઉપયોગ થઈ શકે છે.રિપોર્ટ સૂચવે છે કે તેમાં 4,900mAh અથવા 5,000mAh બેટરી પણ હોઈ શકે છે.

આ પણ વાંચો: QR Code on Medicines: દવા નકલી છે કે અસલી હવે એક ક્લિકમાં જાણી શકાશે, શું ક્યુઆર કોડ છાપવાથી દવાઓ મોંઘી થશે?

Galaxy Z Fold 5 ભારતમાં એસેમ્બલ થશે

બીજી તરફ, કંપનીએ તાજેતરમાં જ બહુપ્રતિક્ષિત ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 અને કેટલાક અન્ય પ્રોડક્ટને લોન્ચ કર્યા છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે ભારતમાં વેચાતા આ ફોનના યુનિટને દેશમાં સ્થાનિક રીતે એસેમ્બલ કરવામાં આવશે. અગાઉ, ભારતમાં વેચાતા Samsung Galaxy Z સિરીઝના ફોન દક્ષિણ કોરિયા અને વિયેતનામમાં એસેમ્બલ કરવામાં આવતા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ