સેમસંગ ગેલેક્સી Tab S10 FE ટેબલેટ ભારતમાં લોન્ચ, 10090mAhની બેટરી અને AI ફીચર્સ, જાણો કિંમત

Samsung Galaxy Tab S10 FE Series Launch: સેમસંગ ગેલેક્સી ટેબ એસ10 સીરિઝ Exynos 1580​ ચિપસેટ, AI ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ સેમસંગ ટેબલેટની કિંમત અને ફીચર્સ

Written by Ajay Saroya
April 04, 2025 12:33 IST
સેમસંગ ગેલેક્સી Tab S10 FE ટેબલેટ ભારતમાં લોન્ચ, 10090mAhની બેટરી અને AI ફીચર્સ, જાણો કિંમત
Samsung Galaxy Tab S10 FE Series: સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE સીરિઝના ટેબલેટમાં 13.1 ઇંચની મોટી ડિસ્પ્લે આવે છે. (Photo: @Samsung)

Samsung Galaxy Tab S10 FE Series Launch In India : સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE સીરિઝ ભારત સહિત વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE અને ટેબ S10 FE+ ટેબલેટ સામેલ છે. આ ડિવાઇસ વાઇ-ફાઇ અને 5જી ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ટેબલેટમાં સેમસંગનો પોતાનો Exynos 1580​ ચિપસેટ, 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OneUI 7 સાથે આવે છે. Galaxy Tab S10 FE ટેબલેટ સીરિઝમાં પણ અનેક AI ફીચર્સ આવે છે. જાણો સેમસંગના આ બે લેટેસ્ટ ટેબલેટ વિશે વિગતવાર…

Samsung Galaxy Tab S10 FE Series Price : સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE સીરિઝની કિંમત

સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 એફઇની કિંમત 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 42,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 53,999 રૂપિયા છે. 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ ઓપ્શનનું 5જી વર્ઝન 50,999 રૂપિયામાં લિસ્ટેડ છે જ્યારે 12જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 61,999 રૂપિયામાં લિસ્ટેડ છે.

સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE+ વાઇ-ફાઇ ઓપ્શનની કિંમત 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 55,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન 65,999 રૂપિયામાં આવે છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શન સાથે 5જી વેરિએન્ટની કિંમત 63,999 રૂપિયા છે જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી ઓપ્શનની કિંમત 73,999 રૂપિયા છે.

આ ડિવાઇસ ગ્રે, લાઇટ બ્લુ અને સિલ્વર કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. બંને ટેબલેટ સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ દ્વારા ભારતમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

Samsung Galaxy Tab S10 FE Series Features : સેમસંગ ગેલેક્સી ટેબ S10 FE સિરીઝના ફીચર્સ

સ્ટાન્ડર્ડ સેમસંગ ગેલેક્સી ટેબ એસ10 એફઇમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 10.9 ઇંચની WUXGA+ (1,440×2,304 પિક્સલ) TFT LCD સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન 800 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે અને વિઝન બૂસ્ટર સપોર્ટ સાથે આવે છે. Galaxy Tab S10 FE+ માં 13.1 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. અગાઉ જણાવ્યા મુજબ, બંને ઉપકરણો કંપનીના Exynos 1580 ચિપસેટથી સંચાલિત છે. આ હેન્ડસેટમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ One UI 7 સ્કિન સાથે આવે છે.

કેમેરાની વાત કરીએ તો ટેબ એસ 10 એફઇ સીરિઝમાં રિયરમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં એસ પેન સપોર્ટ છે. બંને ટેબ્લેટ્સમાં ડ્યુઅલ સ્પીકર યુનિટ્સ અને ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ માટે IP68 રેટિંગ મળે છે.

સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 એફઇ અને ગેલેક્સી ટેબ એસ 10 એફઇ+ ગૂગલના સર્કલ ટુ સર્ચ જેવા ઘણા એઆઇ-ફીચર્સ ઓફર કરે છે. આ ટેબલેટ સાથે આવતા બુક કવર કીબોર્ડ પણ Galaxy AI Key સાથે આવે છે, જે કસ્ટમાઇઝ્ડ કરાયેલા AI આસિટ્ટન્ટને સિંગલ ટેપ પર લોન્ચ કરી શકે છે. આ ટેબલેટમાં AI બેઝ્ડ ઇમેજિંગ અને વીડિયો એડિટિંગ ટુલ્સ જેમ Object Eraser, Best Face અને Auti Trim જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 એફઇ અને ગેલેક્સી ટેબ એસ 10 એફઇ+ માં અનુક્રમે 8000 એમએએચ અને 10090 એમએએચની મોટી બેટરી પેક કરવામાં આવી છે જે 45 ડબલ્યુ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, આ ટેબ્લેટ્સમાં 5જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં સેમસંગ નોક્સ સિક્યોરિટી ફીચર પણ આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 એફઇ મોડલનું ડાયમેન્શન 254.3 x 165.8 x 6.0mm છે. વાઇ-ફાઇ વેરિઅન્ટનું વજન 497 ગ્રામ છે જ્યારે 5G વેરિએન્ટનું વજન 500 ગ્રામ છે. તો પ્લસ વેરિઅન્ટનું ડાયમેન્શન 300.6 x 194.7 x 6.0mm અને વાઇ ફાઇ અને 5G ઓપ્શનનું વજન અનુક્રમે 664 ગ્રામ અને 668 ગ્રામ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ