/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bryan-johnson-14.jpg)
હાલ Galaxy Z Flip5 અને Razr 40 Ultra બજારમાં લેટેસ્ટ બેસ્ટ ફ્લિપ સ્માર્ટફોન છે (એક્સપ્રેસ ફોટો)
Samsung Galaxy Z Flip5 vs Motorola Razr 40 Ultra: સેમસંગના બુધવારે બે મોસ્ટ-અવેઈટેબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થયા છે. Motorola Razr 40 Ultra અને Samsung Galaxy Z Flip5 સ્માર્ટફોન ફ્લિપ સ્ટાઇલ ડિઝાઇન સાથે આવે છે. આ બંને ફોનમાં શાનદાર ડિઝાઇન અને યુનિક ફીચર્સ છે. કોમ્પેક્ટ ડિઝાઇન ધરાવતા સેમસંગ અને મોટોરોલા કંપનીના લેટેસ્ટ ફ્લિપ બે સ્માર્ટફોનની સરખામણી અને ક્યો મોબાઇલ બેસ્ટ છે તે જાણીયે
Samsung Galaxy Z Flip5 vs Razr 40 Ultra ડિઝાઇન
સેમસંગ અને મોટોરોલ કંપનીના લોન્ચ થયેલા લેટેસ્ટ બંને સ્માર્ટફોન ફ્લિપ મોડલ છે. પરંતુ Galaxy Z Flip5 સ્માર્ટફોન Razr 40 Ultra કરતાં થોડો અલગ દેખાય છે. બંને ડિવાઇસ પ્રીમિયમ બિલ્ડ સાથે આવે છે અને હિંજ સિસ્ટમની સાથે તેમાં ગ્લાસ બેક અને મેટલ ફ્રેમ છે. જો કે, મોટોરોલના Razr 40 Ultraમાં થોડીક કર્વ્ડ ફ્રેમ છે અને સેમસંગના Z Flip 5 ફોનમાંમાં ફ્લેટ ફ્રેમ છે.
Samsung Galaxy Z Flip5 vs Razr 40 Ultra ડિસ્પ્લે
મોટોરોલા કંપનીના રેઝર 40 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 6.9-ઇંચન પ્રાયમરી ફોલ્ડેબલ ડિસ્પ્લે છે. તો સેમસંગના Galaxy Z Flip 5માં 6.7 ઈંચની સ્ક્રીન છે. તો Razr 40 Ultraમાં થોડીક મોટી 3.6 ઇંચ કવર ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 144 હર્ટઝ છે. તો Galaxy Z Flip5 સ્માર્ટફોન 3.4-ઇંચ કવર ડિસ્પ્લે સાથે આવે છે અને તેનો રિફ્રેશ રેટ 60Hz છે. સ્ક્રીનની સાઇઝમાં તફાવત હોવા છતાં, બંને ફોનનું વજન લગભગ 180 ગ્રામ છે. બંને ફોન લાઇટ અને કોમ્પેક્ટ ડિઝાઇન સાથે આવે છે.
Samsung Galaxy Z Flip5 vs Razr 40 Ultra કેમેરા
સેમસંગના Galaxy Z Flip5 સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ વાઇડ એંગલ અને 12 મેગાપિક્સલ અલ્ટ્રા- વાઇડ એંગલ લેંસ આવે છે. આ સ્માર્ટફોનમાં 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. તો Razr 40 Ultra સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપની સાથે તેમાં 12 મેગા પિક્સલ વાઇડ એંગલ અને 13 મેગાપિક્સલ અલ્ટ્રા- વાઇડ એંગલ લેંચ સાથ આવે છે. મોટોરોલાના ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. તો કવર ડિસ્પ્લેની સાથે બંને ફોનના પ્રાયમરી કેમેરામાં હાઇ-ક્વોલિટી સેલ્ફી લઇ શકાય છે.
Samsung Galaxy Z Flip5 vs Razr 40 Ultra અલ્ટ્રા પર્ફોર્મન્સ અને સૉફ્ટવેર
સેમસંગના Galaxy Z Flip 5 સ્માર્ટફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તો Razr 40 Ultraમાં ગયા વર્ષે (2022) લોન્ચ કરવામાં આવેલા સ્નેપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ છે. તમને જણાવી દઈએ કે આ જ ચિપસેટ અગાઉના Galaxy Z Flip 4માં પણ આપવામાં આવ્યો હતો. નવા અને પાવરફુલ પ્રોસેસર સાથે Galaxy Z Flip 5માં વધુ સારો ગેમિંગ એક્સપિરિયન્સ મળશે. જો કે, Motorola Razr 40 Ultraમાં તમામ કામ કોઈપણ સમસ્યા વિના થાય તેવી અપેક્ષા છે.
સૉફ્ટવેર વિશે વાત કરો, મોટોરોલા અને સેમસંગ બંને સ્માર્ટફોન Android Droid 13 સાથે આવે છે.
Samsung Galaxy Z Flip5 માં કસ્ટમ OneUI સ્કિન આપવામાં આવી છે જ્યારે Razor 40 Ultraમાં સ્ટોક એન્ડ્રોઇડનો અનુભવ મળશે. સેમસંગે ફોનમાં 4 મોટા Android Droid OS અપડેટ્સ જ્યારે Motorolaના ફોનમાં 3 મુખ્ય OS અપડેટ્સ મળશે.
Samsung Galaxy Z Flip5 vs Razr 40 Ultra બેટરી
મોટોરોલાના રેઝર 40 અલ્ટ્રાને ચાર્જ કરવા માટે 3800mAh બેટરી આપવામાં આવી છે જ્યારે સેમસંગનો Galaxy Z Flip 5માં 3700mAh બેટરી આવે છે.
મોટોરોલાના ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 30W વાયર્ડ ચાર્જિંગ અને 5W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. સેમસંગના લેટેસ્ટ ફ્લિપ ફોનમાં 25W ફાસ્ટ વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આવે છે.
Samsung Galaxy Z Flip5 vs Razr 40 Ultra અન્ય ખાસિયતો
સેમસંગ Galaxy Z Flip5ની કિંમત મોટોરોલાના Razr 40 Ultra સ્માર્ટફોન કરતા થોડીક વધારે છે. સેમસંગના આ ફ્લિપ સ્માર્ટફોનમાં IPX8 રેટિંગ આપવામાં આવ્યુ છે એટલે કે વોટર રેઝિસ્ટન્ટ છે. જ્યારે રેઝર 40 અલ્ટ્રા સ્માર્ટફોન IP52 રેટિંગની સાથે આવે છે. અને તે વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. ગેલેક્સી ઝેડ ફ્લિપ અને રેઝર 40 અલ્ટ્રામાં યુનિક લુક હોવા છતાં એક જેવા જ ફંક્શન ઓફર કરે છે.
સ્માર્ટફોનના પ્રાઇસની વાત કરીયે તો ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 મોબાઇલની કિંમત 99,999 રૂપિયા છે. જ્યારે મોટોરોલાના રેઝર 40 અલ્ટ્રા ફ્લિપ ફોનની આરંભિક કિંમત 89,999 રૂપિયા છે. અલબત્ત, બેંક કેશબેક અને એક્સચેન્જ ઑફર્સ સાથે, Z Flip5 સાથે પ્રી-ઓર્ડર કરતી વખતે ફોન 80,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us