SBI latest FD Rates: એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) ના થાપણદારો માટે ખુશખબર છે. એસબીઆઇ એ તેના ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજદરમાં વધારો કર્યો છે. આ વ્યાજદરમાં વધારો 2 કરોડ રૂપિયા સુધીની રિટેલ એફડી અને તેનાથી વધુ રકમની એફડી બંને માટે કરવામાં આવ્યો છે. વ્યાજ દરમાં આ વધારો ચોક્ક્સ ટાઇમ પીરિયડ વાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ પડે છે. અમુક ખાસ ટર્મ એફડીના વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે એફડીના નવા એફડી રેટ 15 મે 2024થી લાગુ થઈ ગયા છે.
2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર કેટલું રિટર્ન મળશે?
એસબીઆઈએ 46 દિવસથી 179 દિવસ ની વચ્ચે પરિપક્વ થનાર 2 કરોડ રૂપિયાથી ઓછી રિટેલ ફિક્સ્ડ ડિપોઝિટ પર તેના ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરોમાં 75 બેસિસ પોઇન્ટ એટલે કે 0.75 ટકાનો વધારો કર્યો છે. આ સાથે આવી એફડીના વ્યાજર 4.75 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયા છે. આ જ સમયગાળાની એફડી પર હવે સિનિયર સિટીઝનને 5.25 ટકાના બદલે 6 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે. એસબીઆઈએ સામાન્ય નાગરિકો માટે 180 દિવસથી 210 દિવસ માટે એફડી પર વ્યાજ દર 5.75 ટકાથી વધારીને 6 ટકા કર્યો છે. 211 દિવસ થી 1 વર્ષથી ઓછા સમયમાં પરિપક્વ થતી એફડીના વ્યાજદર સામાન્ય નાગરિકો માટે 6 ટકા થી વધારીને 6.25 ટકા અને સિનિયર સિટીઝન માટે 6.50 ટકાથી વધારી 6.75 ટકા કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ એસબીઆઈ રિટેલ એફડી વ્યાજ દર (SBI latest FD Interest Rates)
SBI રિટેલ FD પર નવીનતમ વ્યાજ દરો
| અવધિ | સામાન્ય થાપણદારો માટે વર્તમાન દરો (%) | સામાન્ય થાપણદારો માટે નવા દરો (%) (15/05/2024 થી લાગુ) | વરિષ્ઠ નાગરિકો માટે વર્તમાન દરો (%) | વરિષ્ઠ નાગરિકો માટે નવા દરો (%) (15/05/2024 થી લાગુ) |
| 7 દિવસથી 45 દિવસ | 3.5 | 3.5 | 4 | 4 |
| 46 દિવસથી 179 દિવસ | 4.75 | 5.5 | 5.25 | 6 |
| 180 દિવસથી 210 દિવસ | 5.75 | 6 | 5.25 | 6.5 |
| 211 દિવસથી 1 વર્ષથી ઓછા | 6 | 6.25 | 6.5 | 6.75 |
| 1 વર્ષથી 2 વર્ષથી ઓછા | 6.8 | 6.8 | 7.3 | 7.3 |
| 2 વર્ષથી 3 વર્ષથી ઓછા | 7 | 7 | 7.5 | 7.5 |
| 3 વર્ષથી 5 વર્ષથી ઓછા | 6.75 | 6.75 | 7.25 | 7.25 |
| 5 થી 10 વર્ષ | 6.5 | 6.5 | 7.50* | 7.50* |
રૂપિયા 2 કરોડથી વધુની એફડીના વ્યાજદર
એસબીઆઈ બેંક એ 7 થી 45 દિવસની થાપણો પરના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. સામાન્ય નાગરિકો માટે આ દર હવે 5 ટકાથી વધીને 5.25 ટકા થઈ ગયો છે. તો સિનિયર સિટિઝન માટે 5.50 ટકાથી વધી 5.75 ટકા થયો છે. 46 દિવસથી 179 દિવસની એફડી પર સામાન્ય નાગરિકો માટે વ્યાજદર 0.5 ટકા વધારીને 5.75 ટકા થી 6.25 ટકા કરવામાં આવ્યો છે. તો સિનિયર સિટીઝન માટે આ ટર્મ એફડી પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.75 ટકા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો | ઘર ખરીદવા જોઇન્ટ હોમ લોન લઇ રહ્યા છો? કોણ Joint Home Loan માટે અરજદાર બની શકે અને ફાયદા જાણો
તેવી જ રીતે 180 દિવસથી 210 દિવસની એફડીના વ્યાજદરમાં 0.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે સામાન્ય નાગરિકો માટે વ્યાજર 6.50 ટકાથી વધીને 6.60 ટકા અને સિનિયર સિટીઝન માટે 7 ટકા થી વધી 7.10 ટકા થયા છે. 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી રકમની ડિપોઝિટ માટે વ્યાજદર 0.20 ટકાની વૃદ્ધિ સાથે 6.80 ટકા થી વધારીને 7 ટકા કરવામાં આવ્યા છે. સાથે જ એસબીઆઈના 2 વર્ષથી 3 વર્ષ કરતા ઓછા સમય માટે વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે 6.75 ટકાથી વધારીને 7 ટકા અને સિનિયર સિટીઝન માટે 7.25 ટકાથી વધારીને 7.50 ટકા કરવામાં આવ્યા છે.





