SEBI Rules Changes For Gold ETF, Silver ETF And jointly Mutual Fund Accounts: સેબી ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફ સંબંધિત કેટલાક નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ઉપરાંત ભારતીય મૂડી બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ જોઈન્ટ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ પર લાગુ થતા નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. સેબી દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા નવા નિયમોનો હેતુ બિઝનેસને સરળ બનાવવાનો હોવાનું કહેવાય છે.
આ તમામ ફેરફારો સેબી દ્વારા રચાયેલા વર્કિંગ ગ્રૂપના સૂચનોના આધારે કરવામાં આવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમોની સમીક્ષા કર્યા પછી, આ ગ્રૂપે બિઝનેસને સરળ બનાવવાના હેતુથી ઘણી મહત્વપૂર્ણ ભલામણો કરી છે. સેબીએ જણાવ્યું છે કે કોમોડિટી આધારિત ફંડ્સ (મ્યુચ્યુઅલ ફંડ્સ) જેવા કે ગોલ્ડ ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) અને સિલ્વર ઇટીએફ અને કોમોડિટી માર્કેટમાં હિસ્સો ધરાવતા અન્ય ફંડ્સ માટે હવે અલગથી ડેડિકેટેડ ફંડ મેનેજર રાખવું જરૂરી રહેશે નહીં, પરંતુ વૈકલ્પિક હશે. આવી જ રીતે, વિદેશમાં રોકાણ કરવા માટે અલગ ફંડ મેનેજર રાખવાને પણ વૈકલ્પિક બનાવવામાં આવ્યું છે.
સેબીએ હવે ફંડ હાઉસને કોમોડિટીમાં રોકાણ કરવાની પરવાનગી આપી છે અને વિદેશી રોકાણ માટે માત્ર એક ફંડ મેનેજરની નિમણૂક કરી છે. આ ફેરફાર મ્યુચ્યુઅલ ફંડ્સનું સંચાલન કરતી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) ના ફંડ મેનેજમેન્ટના ખર્ચમાં ઘટાડો કરશે. આનાથી તે ફંડ હાઉસીસ તેમજ રોકાણકારોને ફાયદો થશે, કારણ કે તેમના માટે કોસ્ટ રેશિયો ઘટશે.

જોઇન્ટ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ નોમિની માટે નવા નિયમ લાગુ
નવા નિયમો હેઠળ, જોઇન્ટ હોલ્ડિંગ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ માટે હવે નોમિનેશન જરૂરી રહેશે નહીં. સેબીએ બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે હવે આવા ખાતાધારકો માટે નોમિનેશનનો વૈકલ્પિક બનાવવામાં આવ્યું છે. સેબીએ તમામ વ્યક્તિગત મ્યુચ્યુઅલ ફંડ ખાતાધારકો માટે તેમના નોમિની નક્કી કરવા અથવા નોમિનેશનમાંથી નાપસંદ કરવા માટે 30 જૂન, 2024ની સમયમર્યાદા નક્કી કરી છે. જે લોકો 30 જૂન સુધીમાં આમ નહીં કરે, તેમના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવશે.
વર્કિંગ ગ્રૂપની ભલામણના આધારે મ્યુચ્યુઅલ ફંડના નિયમમાં ફેરફાર
સેબીએ આ મુદ્દે જાહેર પરામર્શનું આયોજન કરનાર કાર્યકારી જૂથની ભલામણોના આધારે મ્યુચ્યુઅલ ફંડના નિયમમાં ફેરફાર કરવાનું આ પગલું ભર્યું છે. આ સમય દરમિયાન એવું એક સૂચન સામે આવ્યું કે જોઇન્ટ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સમાં નોમિનેશન વૈકલ્પિક બનાવવું જોઈએ અને ફંડ હાઉસને વિદેશી કોમોડિટી અને વિદેશી રોકાણ ની દેખરેખ માટે સિંગલ ફંડ મેનેજરની નિમણૂક કરવાની મંજૂરી આપવી જોઈએ.

આ પણ વાંચો | તમે પ્રથમ વખત ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રહ્યા છો? આઈટીઆર – 1 સહજ ફોર્મનો ઉપયોગ કરતી આ બાબતનું ધ્યાન રાખો
જોઇન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની કેવી રીતે નક્કી થશે?
સેબી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ભલામણોને પગલે મ્યુઅચ્યુ્લ ફંડના નિયમોમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સનું માને છે કે સંયુક્ત ખાતાધારકો માટે નોમિનેશનની જરૂરિયાતને દૂર કરવાથી, આ પ્રક્રિયા સરળ બનશે, કારણ કે આ સાથે, જોઇન્ટ ખાતાધારકોમાં જે પણ જીવિત છે તે આપોઆપ નોમિની તરીકે ગણવામાં આવશે. બાદમાં તે ખાતાધારક તેના નોમિનીની નિમણૂક કરી શકશે.





