/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Sensex-may-hit-80000-by-December-2023-if-india-included-in-global-bond-index-says-Morgan-Stanley-stock-market-news-1.jpg)
શેરબજારના ખેલાડીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હાલ 62,000ની સપાટીની ઉપર ટ્રેડ કરી રહેલો સેન્સેક્સ આગામી વર્ષ 2023ના અંત સુધીમાં 80,000ને સ્પર્શી જવાની આગાહી એક અગ્રણી વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લી સ્ટેનલી દ્વારા કરવામાં આવી છે. જો કે આવુ ત્યારે જ બનશે જ્યારે ભારતનો ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં સમાવેશ થાય અને ક્રૂડ સહિતની કોમોડિટીની કિંમતમાં ઘટાડો આવે તો સેન્સેક્સ આ સ્તરે પહોંચી શકે છે.
સેન્સેક્સ @ 80,000 થશે...
આગામી વર્ષ 2023માં ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક BSE સેન્સેક્સ 80,000ની ઉંચી સપાટીને સ્પર્શી શકે છે એવું વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના વિશ્લેષકોએ એક આગાહી કરતા જણાવ્યુ છે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં સેન્સેક્સ 80,000ના સ્તરને સ્પર્શી શકે છે. જો કે, આ આગાહી સાચી થવા માટે 3 ત્રણ શરતો પણ મૂકી છે. બ્રોકરેજ ફર્મે કહ્યું કે, પહેલી શરત એ કે ભારતનો ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં સમાવેશ થાય, બીજી શરત ક્રૂડ ઓઇલ અને ખાતર સહિતની કોમોડિટીના ભાવમાં તીવ્ર ઘટાડો થાય અને ત્રીજી શરત જો વર્ષ 2022 થી 2025ની વચ્ચે વાર્ષિક 25 ટકાના દરે કમાણી વધવી જોઇએ.
તો 12 મહિનામાં આવશે 20 અબજ ડોલરનો વિદેશી મૂડીપ્રવાહ
જેપી મોર્ગન ઇમર્જિંગ માર્કેટ ગ્લોબલ ઇન્ડેક્સમાં પોતાના બોન્ડનો સમાવેશ થાય તેની ભારતને આગામી વર્ષની શરૂઆત સુધી રાહ જોવી પડી શકે છે. અહેવાલો મુજબ, જટિલ ઓપરેશનલ સમસ્યાઓના કારણે તેમાં વિલંબ થયો છે. વોલ સ્ટ્રીટ બ્રોકરેજે એક નોંટમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ આગામી 12 મહિનામાં લગભગ 20 અબજ ડોલરનો વિદેશી મૂડીપ્રવાહ ખેંચી લાવી શકે છે અને તેના સ્થવારે ભારતીય શેરબજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Sensex-may-hit-80000-by-December-2023-if-india-included-in-global-bond-index-says-Morgan-Stanley-stock-market-news-2.jpg)
કેટલાક મુદ્દાઓ ઉકેલવાની જરૂર છે
રોઇટર્સના એક અહેવાલમાં અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક બોન્ડ સેટલમેન્ટના નિયમો, કરવેરાની ગૂંચવણો સહિત કેટલાક ઓપરેશનલ મુદ્દાઓ છે, જેને હજુ ઉકેલવાની જરૂર છે. ઈન્ડેક્સ રોકાણકારો યુરોક્લિયર જેવા ઇન્ટરનેશનલ સેટલમેન્ટ પ્લેટફોર્મની તરફેણ કરે છે, પરંતુ ભારતે કહ્યું છે કે તે ચીનની જેમ ઓનશોર બોન્ડ સેટલમેન્ટ કરવા માંગે છે. સરકાર અને ભારતીય રિઝર્વ બેંક આ વર્ષના અંત સુધીમાં આમાંથી કેટલાક મુદ્દાઓનો ઉકેલ લાવશે. જો આ મુદ્દાઓ ઉકેલાઇ જાય છે, તો આગામી વર્ષના પ્રારંભમાં ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં ભારતના સમાવેશની જાહેરાત થઈ શકે છે.
આ શરતો હેઠળ 68,500 સુધી પહોંચવાની સંભાવના 50 ટકા
મોર્ગન સ્ટેનલીએ ચોક્કસ સંજોગોમાં વર્ષ 2023ના અંત સુધીમાં સેન્સેક્સ 68,500ને સ્પર્શી જવાની 50 ટકા સંભાવના વ્યક્ત કરી હતી. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે જો રશિયા-યુક્રેન યુદ્ધની અસર 2023માં ન થાય, અમેરિકામાં મંદી ન આવે, સરકાર તરફથી પોલિસી સપોર્ટ ચાલુ રહે અને રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો ન કરે તો સેન્સેક્સ ચોક્કસપણે વર્ષ 2023ના અંત સુધીમાં 68,000 સુધી પહોંચી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Sensex-may-hit-80000-by-December-2023-if-india-included-in-global-bond-index-says-Morgan-Stanley-stock-market-news-3.jpg)
વિપરીત સંજોગોમાં સેન્સેક્સ 52,000 સુધી ઘટવાની શક્યતા
બ્રોકરેજ ફર્મે શેરબજારમાં કરેક્શનની પણ આગાહી કરી છે. મોર્ગેન સ્ટેનલીએ જણાવ્યું કે, જો કોમોડિટીના ભાવમાં ઉછાળો, રિઝર્વ બેન્ક વ્યાજદરમાં તીવ્ર વધારો કરે અને યુએસ અને યુરોપમાં મંદી આવે તો ભારતનો વિકાસદર પ્રભાવિત થશે અને સેન્સેક્સ 52,000 સુધી ઘટી શકે છે, પરંતુ આવુ થવાની સંભાવના માત્ર 20 ટકા છે.
પ્રથમ છ મહિનામાં તેજી પર લાગી શકે છે બ્રેક
બ્રોકરેજ ફર્મે એવું પણ કહ્યું કે, મોંઘા વેલ્યુએશન અને સતત તેજીના કારણે વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં બજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી શકે છે. જેનો લાભ અન્ય ઉભરતા બજારોને મળી શકે છે. સોમવારે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, 62,700ની સપાટીને સ્પર્શ્યા બાદ બીએસઇ સેન્સેક્સ 62,504 અને નિફ્ટી 18,614ની વિક્રમી ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી 18,562ની તેની ઓલટાઇમ હાઇ સપાટીએ બંધ થયા હતા.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us