/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Share-Market-Sensex-Crash.jpg)
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે.
Share Market Sensex Nifty Crash: શેરબજારમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. ભારે વેચવાલીના દબાણથી નિફ્ટી ફરી 22000 નીચે બંધ થયો છે. મીડકેપ અને સ્મોલકેપ શેરમાં પ્રોફિટ બુકિંગના લીધે શેરબજાર દોઢ મહિના કરતા વધુ નીચી સપાટીએ ઉતરી ગયા છે. આઈટીસી, લાર્સન ટુર્બો સહિત આઈટી, બેન્કિંગ સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ તૂટ્યું છે.
સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો
શેરબજાર સેન્સેક્સમાં 1062 પોઇન્ટનો કડાકો બોલાયો છે. આ સાથે સેન્સેક્સ 72404 લેવલ પર બંધ થયો છે, જે 21 માર્ચ પછીની સૌથી નીચી સપાટી છે. બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધ લેવલ 73466 સામે આજે 73499 ખૂલ્યો હતો. સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન આઈટી, બેન્કિંગ સહિત મોટાભાગના હેવી વેઇટ્સ શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ તૂટીને 72334 ઇન્ટ્રા-ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
નિફ્ટી 22000 નીચે બંધ
શેરબજાર સેન્સેક્સ જેમ નીચે એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 22000ની મહત્વપૂર્ણ સપાટી નીચે બંધ થયો છે. નિફ્ટી 21932ની ઇન્ટ્રા-ડે નીચી સપાટી બનાવી સેશનના અંતે 345 તૂટી 21957 બંધ થયો છે. બેંક નિફ્ટી 533 પોઇન્ટ ઘટી 47487 અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 129 પોઇન્ટ ઘટી 33205 બંધ થયો છે.
સેન્સેક્સના ટોપ 5 લૂઝર શેર
બેન્ચમાર્સ સેન્સેક્સના 30 હેવીવેઇટ્સ શેરમાંથી 25 શેર ડાઉન હતા. સેન્સેક્સના ટોપ 5 લૂઝર શેરમાં લાર્સન ટુર્બો 5.6 ટકા, એશિયન પેઇન્ટ્સ 4.6 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 3.6 ટકા, આઈટીસી 3.6 ટકા અને બજાજ ફાઈનાન્સ 2.9 ટકા તૂટ્યા હતા. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સના 50માંથી 43 બ્લુચીપ શેર ઘટીને બંધ થયા હતા. ટકાવારીની રીતે સેન્સેક્સ અને નિફ્ટી દોઢ ટકા જેટલા તૂટ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sensex-blue-chip-30-stock-price-1.jpg)
મિડકેપ અને સ્મોલકેપ તૂટ્યા
શેરબજારમાં આજના કડાકા પાછળ મિડકેપ અને સ્મોલેકપની જંગી વેચવાલી કારણભૂત છે. બીએસઇ મિડકેપ 2 ટકા અને સ્મોલકેપ 2.4 ટકા તૂટ્યા હતા. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ ઓઈલ ગેસ ઇન્ડેક્સ 3.4 ટકા, કેપિટલ ગુડ્સ 3.4 ટકા, મેટલ 3.2 ટકા, એનર્જી 3.3 ટકા,યુટિલિટીઝ 2.6 ટકા, પાવર અને રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા તૂટ્યા હતા.
રોકાણકારોને 7 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં કડાકો બોલાયા સેન્સેક્સ નિફ્ટી દોઢ મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયા છે. આજના કડાકાથી રોકાણકારોને અધધધ 7 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે. શેરબજારમા કામકાજના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જની માર્કેટ વેલ્યૂએશન 393.34 લાખ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે તેના આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 400.69 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 7.35 લાખ કરોડનું ધોવાણ થયું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Share-Market-Investors-1.jpg)
આ પણ વાંચો | ડિવિડન્ડ શેરમાં રોકાણનો ડબલ ફાયદો, શેરબજારની મંદી અને મોંઘવારી સામે આપે છે રક્ષણ, જુઓ યાદી
શેરબજાર અસ્થિર રહેશે
શેરબજારમાં રોકાણકારોએ પેનિક સેલિંગ કર્યું છે. જિયોજિટ ફાઈનાન્સિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું કે, ચોથા ત્રિમાસિકના કમાણીના આંકડા અને લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે અનિશ્ચિતતાના લીધે શેરબજાર માં અત્યંત અસ્થિરતા જોવા મળી છે. નિફ્ટી 22000ની મહત્વપૂર્ણ સપાટી નીચે બંધ થયો છે આથી અમને માર્કેટમાં વોલેટાલિટી ચાલુ રહેવાની ધારણા છે. આજી બીઓઇની મોનેટરી પોલિસી અને આગામી સપ્તાહે જાહેર થનાર અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાની પહેલા વૈશ્વિક શેરબજારમાં મિશ્ર વલણ રહેવાની સંભાવના છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us