Share Market Today News Highlight : શેરબજારમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટી 85102 અને નિફ્ટી 226 પોઇન્ટના ઘટાડે 25960 બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં 85,722 અને નીચામાં 84,875 સુધી ઘટ્યો હતો. નિફ્ટી 26000ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે બંધ થયો છે. યુએસ ફેડ મોનેટરી પોલિસી બુધવારે જાહેર થવાની છે. યુએસ ફેડ રેટ કટ અંગે અનિશ્ચિતતાથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઘટાડે ખુલ્યા છે. વૈશ્વિક બજારોની નરમાઇ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આજે સેન્સેક્સ 88 પોઇન્ટ ઘટી 86624 ખુલ્યો છે. હાલ 200 પોઇન્ટ ઘટીને 85500 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 27 પોઇન્ટ ઘટી 26,159 ખુલ્યો હતો.
ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો, 1 ડોલર = 90.09 રૂપિયા ખુલ્યો
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો યથાવત છે. સોમવારે ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને 90.06 ખુલ્યો છે. જ્યારે ગત શુક્રવારે 1 ડોલર સામે 89.96 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
Indigo Share Price : ઈન્ડિગો શેર 4 ટકા તૂટ્યો
ઈન્ડિગો એરલાઈન્સનો શેર સતત ઘટી રહ્યો છે. બીએસઇ પર ઈન્ડિગો શેર 5371 રૂપિયાના પાછલા બંધ સામે 4 ટકા જેટલો ઘટીને આજે 5100 રૂપિયા ખુલ્યો હતો. ડીજીસીએના નવા નિયમના કારણે ઈન્ડિગો ફ્લાઇટ હાલ કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 400થી વધુ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે. 18 ઓગસ્ટના રોજ ઈન્ડિગોનો શેર ભાવ 6225 રૂપિયા 52 અઠવાડિયાની ટોચે પહોંચ્યો હતો.





