Share Market Today News Highlight: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા હતા. આઈટી અને ડિફેન્સ સ્ટોકમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 689.91 પોઇન્ટ ઘટી 82500 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી 205 પોઇન્ટ ઘટી 25149 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સ 82,442 અને નિફ્ટી 25,129 ઇન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. ટીસીએસ, ઇન્ફોસિસ સહિતના બ્લુચીપ આઈટી શેરમાં વેચવાલીથી આઈટી નિફ્ટી ઈન્ડેક્સ 683 પોઇન્ટ અને બેંક નિફ્ટી 201 પોઇન્ટ તૂટ્યો હતો. શુક્રવારે શેરબજારના રોકાણકારોને 3.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 83000, નિફ્ટી 100 પોઇન્ટ ડાઉન
શુક્રવાર સેન્સેક્સ નિફ્ટી ફરી બ્લેક ફ્રાઇડે બની રહ્યો હતો. સેન્સેક્સ પાછલા બંધ 83190 સામે શુક્રવારે 370 પોઇન્ટ ઘટીને 82820 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 82791 થયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25355 સામે 100 પોઇન્ટ ઘટી આજે 25255 ખુલ્યો હતો અને નીચામાં 25244 સુધી ઘટ્યો હતો.
પરિણામ બાદ TCS શેર તૂટ્યો
ટીસીએસ કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામ અપેક્ષા કરતા નબળાં આવ્યા છે, જેના કારણે શેર તૂટ્યો છે. શુક્રવારે ટીસીએસ શેર 1.75 ટકા ઘટી 3323 રૂપિયા બોલાયો છે, આ સાથે સેન્સેક્સનો ટોપ લૂઝર શેર બન્યો છે. જૂન્ ક્વાર્ટરમાં ટીસીએસનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 6 ટકા વધી 12760 રૂપિયા થયો છે. આવક 1.3 ટકા વધી 63437 રૂપિયા થયો છે. જ્યારે માર્કેટ એક્સપર્ટ્સને 64636 રૂપિયાની આવક થવાની અપેક્ષા હતી. કંપનીએ 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેર માટે 11 રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.





