Share Market Today News Highlight: શેરબજારમાં બીજા દિવસે કડાકો બોલાતા સેન્સેક્સ 721 પોઇન્ટ અને નિફ્ટી 725 પોઇન્ટ તૂટ્યા છે. શુક્રવારે સેન્સેક્સમાં 721 પોઇન્ટનો કડાકો બોલાયો અને 81,463 બંધ થયો છે. તો નિફ્ટી 225 પોઇન્ટ ઘટી 24837 બંધ થયો છે. છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે. શુક્રવારે ભારે વેચવાલીથી સ્મોલકેપ ઇન્ડેક્સ 1033 પોઇન્ટ અને મિડકેપ 680 પોઇન્ટ તૂટ્યા હતા. વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક બજારોના નબળાં સંકેતથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. શેરબજાર ઘટવાથી રોકાણકારોએ બે દિવસમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
શેરબજારમાં આજે સાર્વત્રિક નરમાઇ હતી. એશિયન બજારો અને ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સના નકારાત્મક સંકેત વચ્ચે શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા હતા. ગિફ્ટી નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે. તો બીજી બાજુ અમેરિકાનો ડાઉ જોન્સ 300 પોઇન્ટ ઘટ્યો હતો જો કે નાસ્ડેક અને એસએન્ડપી ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયા હતા. જૂન ક્વાર્ટરના પરિણામ એકંદરે અપેક્ષા મુજબ આવવા છતા બજાજ ફાઇનાન્સ કંપનીનો શેર 5 ટકાથી વધુ તૂટ્યો છે.
સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 25000 નીચે
એશિયના બજોરના નકારાત્મક સંકેત શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી દબાણ હેઠળ હતા. સેન્સેક્સ પાછલા બંધ 82184 સામે મોટા ઘટાડે આજે 82065 ખુલ્યો હતો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને ઈન્ફોસિસ શેરમાં ઘટાડાથી સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટી 81721 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25062 સામે નીચા ગેપમાં આજે 25010 ખુલ્યો હતો. શેરબજારની નરમાઇથી નિફ્ટી 100 પોઇન્ટથી વધુ ઘટ્યો અને 25000ની સપાટી તોડી 24907 સુધી ઘટ્યો હતો.
બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ શેરમાં કડાકો
બજાજ ફાઈનાન્સ ગ્રૂપ શેરમાં 5 ટકાથી વધુ કડાકો બોલાયો છે. બજાજ ફાઈનાન્સ શેર 5 ટકાથી વધુ તૂટ્યો અને શેર ભાવ 917 રૂપિયા બોલાયો હતો. કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામ એંકદરે અપેક્ષા મુજબ આવવા છતાં બજાજ ફાઈનાન્સ શેર તૂટ્યો છે. કંપનીનો નફો અને NII 20 થી 22 ટકા વધ્યો છે. એસેટ મેનેજમેન્ટ એસેટ્સ (AUM) પણ 25 ટકા વધી 4.4 લાખ કરોડ રૂપિયા થઇ હતી. ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ વધી છે. FY26ના ગાઇડલાઇન્સ વિશે સ્થિતિ હજી સ્પષ્ટ નથી. કંપની વધુ એક ક્વાર્ટર માટે ગાઇડલાઇન્સ આપી શકે છે. બજાજ ફિનસર્વ 4.6 ટકા ઘટી 1938 રૂપિયા થયો હતો.





