Share Market News: IT શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 375 ઘટ્યો, નિફ્ટી IT ઇન્ડેક્સ 522 પોઇન્ટ તૂટ્યો

Share Market Today News Lighlight : શેરબજાર સાંકડી વઘઘટ બાદ ગુરુવારે સેન્સેક્સ 375 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટીને બંધ થયા છે. આઈટી શેરમાં ભારે વેચવાલીથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 522 પોઇન્ટ તૂટ્યો છે. માર્કેટ બ્રેડ્થ ન્યુટ્રલ રહી હતી.

Written by Ajay Saroya
Updated : July 17, 2025 17:24 IST
Share Market News: IT શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 375 ઘટ્યો, નિફ્ટી IT ઇન્ડેક્સ 522 પોઇન્ટ તૂટ્યો
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Share Market Today News Live Update: શેરબજાર સાંકડી વઘઘટ બાદ ગુરુવારે ઘટીને બંધ થયા હતા. જેમા સેન્સેક્સ 375 પોઇન્ટ ઘટી 82259 અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 25111 બંધ થયો હતો. સેશન દરમિયાન સેન્સેક્સ 82757 થી 82219 અને નિફ્ટી 25238 થી 25101 રેન્જમાં અથડાયા હતા. આઈટી અને ટેક શેરમાં ભારે વેચવલાથી માર્કેટ અંડર પ્રેશર રહેતા શેરબજારની માર્કેટ બ્રેડ્થ તટસ્થ રહી હતી. ટેક મહિન્દ્રા 2.7 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર શેર રહ્યો હતો.

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે પોઝિટિવ ખુલ્યા બાદ માર્કેટની શરૂઆતમાં ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન બજારો માંથી પણ એકંદરે મિશ્ર સંકેત છે અને ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ ડાઉન છે. આજે એક્સિસ બેંક, વિપ્રો લિમિટેડ અને જિયો ફાઇનાન્સ કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર થવાના છે. જેના પગલે સ્ટોક સ્પેસિફિકે મૂવમેન્ટ જોવા મળશે.

સેન્સેક્સ વધીને ખુલ્યા બાદ ફ્લેટ

સેન્સેક્સ પાછલા બંધ 82634 સામે 120 પોઇન્ટ વધીને આજે 82753 ખુલ્યો હતો. જો કે ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ સહિતના બ્લુચિપ સ્ટોકમાં ઘટાડાથી માર્કેટમાં આરંભિત સુધારો ટકી શક્યો નહીં અને સેન્સેક્સ નેગેટિવ ઝોનમાં આવો ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,212 સામે આજે 25,230 ખુલ્યો હતો. સેન્સેક્સ 70 પોઇન્ટ અને નિફ્ટી 24 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે.

બ્રોકરેજ ફર્મ City એ ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડ્યું

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સિટી ગ્રૂપે ભારતીય શેરબજારનું રેટિંગ ઓવરવેટ થી ઘટાડીને ન્યૂ્ટ્રલ કર્યું છે. ભારતીય બજારનું રેટિંગ ઘટાડવાનું કારણે શેરની ઉંચી વેલ્યૂએશન માનવામાં આવે છે. બ્રોકરેજ ફર્મે ગુરુવારે જારી કરેલા એક રિપોર્ટમાં આ માહિતી આપી છે. તો બીજી બાજુ ચીન અને દક્ષિણ કોરિયન માર્કેટનું રેટિંગ સુધાર્યું છે અને ઇમર્જિંગ માર્કેટ્સ (EM) ને ઓવરવેટ કેટેગરીમાં મૂક્યા છે.

Live Updates

માર્કેટ બ્રેડ્થ ન્યુટ્રલ, રોકાણકારોને નુકસાન

ગુરુવારે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 460.87 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે બુધવારે માર્કેટકેપ 461.16 લાખ કરોડ રૂપિયા રહી હતી. આમ ગુરુવારે શેરબજારના રોકાણકારોને 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીએસઇ પર 2007 શેર વધીને અને 2049 ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ ન્યુટ્રલ રહી હતી.

સેન્સેક્સના 5 ગેઇનર અને લૂઝર શેર

સેન્સેક્સના 30માંથી 23 બ્લુચીપ શેર ઘટીને બંધ થયા હતા. જેમા ટેક મહિન્દ્રા 2.7 ટકા, ઇન્ફોસિસ 1.6 ટકા, એચસીએલ ટેક 1.2 ટકા, ઝોમેટો અને લાર્સન 1 ટકા આસપાસ ઘટ્યા હતા. તો બીજી બાજુ ટાટા સ્ટીલ, ટ્રેન્ટ, ટાયટન, ટાટા મોટર્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર અડધા થી 1.5 ટકા જેટલા વધ્યા હતા. બોર્ડર માર્કેટમાં લેવાલી રહેતા મિડકેપ અને સ્મોલકેપ મજબૂત હતા.

સેન્સેક્સ 375 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટ્યા

શેરબજાર સાંકડી વઘઘટ બાદ ગુરુવારે ઘટીને બંધ થયા હતા. જેમા સેન્સેક્સ 375 પોઇન્ટ ઘટી 82259 અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 25111 બંધ થયો હતો. સેશન દરમિયાન સેન્સેક્સ 82757 થી 82219 અને નિફ્ટી 25238 થી 25101 રેન્જમાં અથડાયા હતા. આઈટી અને ટેક શેરમાં ભારે વેચવલાથી માર્કેટ અંડર પ્રેશર રહેતા શેરબજારની માર્કેટ બ્રેડ્થ તટસ્થ રહી હતી. ટેક મહિન્દ્રા 2.7 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર શેર રહ્યો હતો.

Anil Ambnai: અનિલ અંબાણીના સારા દિવસો શરૂ ! કંપની બજારમાંથી 18,000 કરોડ ઉભા કરશે

Reliance Power And Reliance Infrastructure Fundrise: અનિલ અંબાણી અને તેની કંપનીઓ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓ સામનો કરી રહી છે. જો કે હવે પરિસ્થિતિ સુધરી રહી છે. તેમની બે કંપનીઓએ 9000 – 9000 કરોડ રૂપિયા ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. …સંપૂર્ણ માહિતી

બ્રોકરેજ ફર્મ City એ ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડ્યું

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સિટી ગ્રૂપે ભારતીય શેરબજારનું રેટિંગ ઓવરવેટ થી ઘટાડીને ન્યૂ્ટ્રલ કર્યું છે. ભારતીય બજારનું રેટિંગ ઘટાડવાનું કારણે શેરની ઉંચી વેલ્યૂએશન માનવામાં આવે છે. બ્રોકરેજ ફર્મે ગુરુવારે જારી કરેલા એક રિપોર્ટમાં આ માહિતી આપી છે. તો બીજી બાજુ ચીન અને દક્ષિણ કોરિયન માર્કેટનું રેટિંગ સુધાર્યું છે અને ઇમર્જિંગ માર્કેટ્સ (EM) ને ઓવરવેટ કેટેગરીમાં મૂક્યા છે.

સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, IT અને PUS બેંક તૂટ્યા

શેરબજારમાં કોન્સોલિડેશન મોડ વચ્ચે સેન્સેક્સ નિફટી ઘટ્યા છે. સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ તૂટી 82,397 સુધી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટના ઘટાડે 25170 નીચે ટ્રેડ કરી રહ્યો છે. આજે બેંક અને આઈટી શેરમાં ભારે વેચવાલી હતી. બેંક નિફ્ટી 300 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 425 પોઇન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યા છે.

સેન્સેક્સ વધીને ખુલ્યા બાદ ફ્લેટ

સેન્સેક્સ પાછલા બંધ 82634 સામે 120 પોઇન્ટ વધીને આજે 82753 ખુલ્યો હતો. જો કે ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ સહિતના બ્લુચિપ સ્ટોકમાં ઘટાડાથી માર્કેટમાં આરંભિત સુધારો ટકી શક્યો નહીં અને સેન્સેક્સ નેગેટિવ ઝોનમાં આવો ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,212 સામે આજે 25,230 ખુલ્યો હતો. સેન્સેક્સ 70 પોઇન્ટ અને નિફ્ટી 24 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ