Share Market Today News Live Update: શેરબજાર સાંકડી વઘઘટ બાદ ગુરુવારે ઘટીને બંધ થયા હતા. જેમા સેન્સેક્સ 375 પોઇન્ટ ઘટી 82259 અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 25111 બંધ થયો હતો. સેશન દરમિયાન સેન્સેક્સ 82757 થી 82219 અને નિફ્ટી 25238 થી 25101 રેન્જમાં અથડાયા હતા. આઈટી અને ટેક શેરમાં ભારે વેચવલાથી માર્કેટ અંડર પ્રેશર રહેતા શેરબજારની માર્કેટ બ્રેડ્થ તટસ્થ રહી હતી. ટેક મહિન્દ્રા 2.7 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર શેર રહ્યો હતો.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે પોઝિટિવ ખુલ્યા બાદ માર્કેટની શરૂઆતમાં ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન બજારો માંથી પણ એકંદરે મિશ્ર સંકેત છે અને ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ ડાઉન છે. આજે એક્સિસ બેંક, વિપ્રો લિમિટેડ અને જિયો ફાઇનાન્સ કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર થવાના છે. જેના પગલે સ્ટોક સ્પેસિફિકે મૂવમેન્ટ જોવા મળશે.
સેન્સેક્સ વધીને ખુલ્યા બાદ ફ્લેટ
સેન્સેક્સ પાછલા બંધ 82634 સામે 120 પોઇન્ટ વધીને આજે 82753 ખુલ્યો હતો. જો કે ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ સહિતના બ્લુચિપ સ્ટોકમાં ઘટાડાથી માર્કેટમાં આરંભિત સુધારો ટકી શક્યો નહીં અને સેન્સેક્સ નેગેટિવ ઝોનમાં આવો ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,212 સામે આજે 25,230 ખુલ્યો હતો. સેન્સેક્સ 70 પોઇન્ટ અને નિફ્ટી 24 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે.
બ્રોકરેજ ફર્મ City એ ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડ્યું
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સિટી ગ્રૂપે ભારતીય શેરબજારનું રેટિંગ ઓવરવેટ થી ઘટાડીને ન્યૂ્ટ્રલ કર્યું છે. ભારતીય બજારનું રેટિંગ ઘટાડવાનું કારણે શેરની ઉંચી વેલ્યૂએશન માનવામાં આવે છે. બ્રોકરેજ ફર્મે ગુરુવારે જારી કરેલા એક રિપોર્ટમાં આ માહિતી આપી છે. તો બીજી બાજુ ચીન અને દક્ષિણ કોરિયન માર્કેટનું રેટિંગ સુધાર્યું છે અને ઇમર્જિંગ માર્કેટ્સ (EM) ને ઓવરવેટ કેટેગરીમાં મૂક્યા છે.





