Share Market News Live: શેરબજારમાં બ્લેક ફ્રાઈડે, સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹ 4 લાખ કરોડ સ્વાહા

Share Market Today News Highlight : શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી મિડકેપ સ્મોલકેપ સહિત તમામ ઇન્ડેક્સ ઘટ્યા છે. શેરબજારના રોકાણકારોને 4 લાખ કરોડથી નુકસાન થયું છે.

Written by Ajay Saroya
Updated : November 21, 2025 16:35 IST
Share Market News Live: શેરબજારમાં બ્લેક ફ્રાઈડે, સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹ 4 લાખ કરોડ સ્વાહા
Share Market Crash : શેરબજારમાં કડાકો., પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Share Market Today News Live Update : શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેડ ફ્રાઈડે બન્યો હતો. વૈશ્વિક શેરબજારની મંદી વચ્ચે સેન્સેક્સ નિફ્ટી પણ તૂટ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 85231 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 124 પોઇન્ટ ઘટી 26,068 બંધ થયો હતો. આજે ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 85,187 અને નિફ્ટી 26,052 નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે ઘટાડે ખુલ્યા હતા. અમેરિકાના AI શેરમાં કડાકાથી સમગ્ર દુનિયાના શેરબજારોમાં હાહાકાર મળ્યો છે. આજે તમામ એશિયન બજારો પણ નોંધપાત્ર ઘટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,632ની સામે 185 પોઇન્ટના ઘટાડે શુક્રવારે 85,347 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 26,109 ખુલ્યો હતો. આઈટી અને બેંક શેર નરમ હતા.

USમાં AI ક્રેશની ચિંતા યથાવત્, નાસ્ડેક બે મહિનાને તળિયે

અમેરિકામાં AI ક્રેશને લઇ ચિંતા યથાવત છે, જેના કારણે ડાઓ જોન્સ ઉંચા લેવલથી 1000 પોઇન્ટ ઘટ્યો અને નાસ્ડેક પણ 2 ટકાથી વધુ તૂટી બે મહિનાની નીચી સપાટી પર બંધ થયા છે. NVIDIA ટોચથી 8 ટકા ઘટ્યો છે. યુએસના જોબ ડેટા નબળાં આવ્યો છે, જેના કારણે ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટવાની અપેક્ષા ઘટી છે.

Groww શેર 5 ટકા રિકવર, અગાઉ 2 દિવસમાં 18 ટકા તૂટ્યો હતો

ટ્રેડિંગ પ્લેટફોર્મ Growwની પેરન્ટ કંપની Billionbrains Garage Ventures Ltdનો શેર સતત બે દિવસ બાદ શુક્રવારે રિકવર થયો છે. શુક્રવારે ગ્રો કંપનીનો શેર 5 ટકા સુધરીને 164.79 રૂપિયા થયો હતો. નોંધનિય છે કે, બુધવારે Groww શેર 10 ટકા અને ગુરુવારે 8 ટકા તૂટ્યો હતો. મંગળવારે Growwનો શેર 193 રૂપિયાની ટોચથી 18 ટકા સુધી ઘટ્યો છે. મંગળવારે Groww કંપનીના 30 લાખથી વધુ શેર NSE ઓપ્શન વિન્ડોમાં જતા રહ્યા હતા, કારણ કે જે ટ્રેડર્સને પોસ્ટ લિસ્ટિંગ ઘટાડાની અપેક્ષામાં શેર શોર્ટ કર્યા હતા, તે ડિલિવરી માટે શેર અરેન્જ કરી શક્યા નથી.

Read More
Live Updates

ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 78 પૈસા ઘટી 89.40 બંધ થયો

શેરબજારની સાથે સાથે ડોલર સામે રૂપિયો પણ ઘટીને નવી નીચી સપાટીને સ્પર્શ્યો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 78 પૈસા ઘટીને 89.40 રૂપિયા બંધ થયો છે. શુક્રવારે રૂપિયો 88.67 ખુલ્યો હતો અને 82 પૈસા ઘટીને 89.50 રૂપિયાની ઓલટાઇમ હાઇ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ગુરુવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 20 પૈસા ઘટીને 88.68 બંધ થયો હતો.

શેરબજારના રોકાણકારોને 4 લાખ કરોડથી વધુ નુકસાન

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. શુક્રવારે બીએસઇની કુલ માર્કેટ વેલ્યૂએશન 472.22 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગુરુવારે 476.40 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ શુક્રવારે રોકાણકારોને 4.18 લાખ કરોડનું નુકસાન થયું છે. બીએસઇ પર 1278 શેર વધીને જ્યારે 2898 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી તમામ ઇન્ડેક્સ ઘટ્યા

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી તમામ ઇન્ડેક્સ ઘટ્યા હતા. જેમા મિડકેપ 613 પોઇન્ટ અને સ્મોલકેપ 683 પોઇન્ટ તૂટ્યા હતા. તો કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ 1264 પોઇન્ટ ઘટ્યો છે. મેટલ 809 પોઇન્ટ, બેંકેક્સ 524 પોઇન્ટ, હેલ્થ કેર 221 પોઇન્ટ ઘટ્યા હતા.

સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીને 26000 મજબૂત ટેકો

શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેડ ફ્રાઈડે બન્યો હતો. વૈશ્વિક શેરબજારની મંદી વચ્ચે સેન્સેક્સ નિફ્ટી પણ તૂટ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 85231 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 124 પોઇન્ટ ઘટી 26,068 બંધ થયો હતો. આજે ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 85,187 અને નિફ્ટી 26,052 નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

Crypto Currency Crash : બિટકોઇનમાં કડાકો, ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં રોકાણકારોના અધધધ... ₹ 100 લાખ કરોડ સ્વાહા

Crypto Currency Market Valuation : બિટકોઇનની કિંમત 1.10 લાખ કરોડ રૂપિયાની ટોચથી 34 લાખ રૂપિયા ઘટી ઘટી ગઇ છે. માત્ર 24 કલાકમાં જ કિપ્ટો માર્કેટના રોકાણકારોને 17 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે. …સંપૂર્ણ માહિતી

Groww શેર 5 ટકા રિકવર, અગાઉ 2 દિવસમાં 18 ટકા તૂટ્યો હતો

ટ્રેડિંગ પ્લેટફોર્મ Growwની પેરન્ટ કંપની Billionbrains Garage Ventures Ltdનો શેર સતત બે દિવસ બાદ શુક્રવારે રિકવર થયો છે. શુક્રવારે ગ્રો કંપનીનો શેર 5 ટકા સુધરીને 164.79 રૂપિયા થયો હતો. નોંધનિય છે કે, બુધવારે Groww શેર 10 ટકા અને ગુરુવારે 8 ટકા તૂટ્યો હતો. મંગળવારે Growwનો શેર 193 રૂપિયાની ટોચથી 18 ટકા સુધી ઘટ્યો છે. મંગળવારે Groww કંપનીના 30 લાખથી વધુ શેર NSE ઓપ્શન વિન્ડોમાં જતા રહ્યા હતા, કારણ કે જે ટ્રેડર્સને પોસ્ટ લિસ્ટિંગ ઘટાડાની અપેક્ષામાં શેર શોર્ટ કર્યા હતા, તે ડિલિવરી માટે શેર અરેન્જ કરી શક્યા નથી.

USમાં AI ક્રેશની ચિંતા યથાવત્, નાસ્ડેક બે મહિનાને તળિયે

અમેરિકામાં AI ક્રેશને લઇ ચિંતા યથાવત છે, જેના કારણે ડાઓ જોન્સ ઉંચા લેવલથી 1000 પોઇન્ટ ઘટ્યો અને નાસ્ડેક પણ 2 ટકાથી વધુ તૂટી બે મહિનાની નીચી સપાટી પર બંધ થયા છે. NVIDIA ટોચથી 8 ટકા ઘટ્યો છે. યુએસના જોબ ડેટા નબળાં આવ્યો છે, જેના કારણે ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટવાની અપેક્ષા ઘટી છે.

સેન્સેક્સ 200 પોઇન્ટ નરમ, બેંક અને IT શેર તૂટ્યા

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે ઘટાડે ખુલ્યા હતા. અમેરિકાના AI શેરમાં કડાકાથી સમગ્ર દુનિયાના શેરબજારોમાં હાહાકાર મળ્યો છે. આજે તમામ એશિયન બજારો પણ નોંધપાત્ર ઘટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,632ની સામે 185 પોઇન્ટના ઘટાડે શુક્રવારે 85,347 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 26,109 ખુલ્યો હતો. આઈટી અને બેંક શેર નરમ હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ