Share Market Today News Live Update : શેરબજારમાં આગેકૂચ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને મહત્વપૂર્ણ સપાટી ઉપર બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 123 પોઇન્ટ વધી 81548 બંધ થયો છે. તો નિફઅટી 32 પોઇન્ટ વધી 25000 લેવલ કુદાવી 25005 બંધ થયો છે. સ્થાનિક અને વૈશ્વિક બજારોના મજબૂત સંકેતના પગલે 20 ઓગસ્ટ બાદ નિફ્ટ 25000 લેવલ ઉપર બંધ થવામાં સફળ થયો છે.
ભારતીય શેરબજાર વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી નકારાત્મક ખુલ્યા બાદ વધ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81425 સામે 207 પોઇન્ટ ઘટીને આજે 81217 ખુલ્યો હતો. જો કે નેગેટિવ ઓપનિંગ બાદ માર્કેટ બાઉન્સ બેક થઇ 81500 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,973 સામે ગુરુવારે 24,945 ખુલ્યો હતો. માર્કેટના મજબૂત ટ્રેન્ડ વચ્ચે નિફ્ટી 25,008 લેવલ સ્પર્શ્યો હતો.
બાયબેક અંગે ઇન્ફોસિસની આજે બોર્ડ બેઠક, શેર ઘટ્યો
આજે ઇન્ફોસિસ કંપનીની બોર્ડ મિટિંગ યોજવાની છે, જેમા શેર બાયબેક અંગે વિચારણા કરવામાં આવશે. બોર્ડ મિટિંગ પહેલા ઇન્ફોસિસનો શેર 1.3 ટક ઘટી 1512 રૂપિયા બોલાતો હતો. ટેક મહિન્દ્રા , કોટક બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એયચુએલના શેર અડધા થી 1 ટકા આસપાસ ડાઉન હતા.





