Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા ઉછાળે ખુલ્યા હતા, જો કે બપોર બાદ આરંભિક ઉછાળો ધોવાઇ જતા શેરબજાર સાધારણ સુધારે સાથે બંધ થયું હતું. ગુરુવારે સેન્સેક્સ 150 પઇન્ટ વધી 80718 અને નિફ્ટી 19 પોઇન્ટ સુધરી 24734 બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 890 પોઇન્ટના ઉછાળે 81,456 ખુલ્યો હતો, જે ઇન્ટ્રા- ડે હાઇ લેવલ છે. ત્યાર બાદ શેરમાં વેચવાલીથી સેન્સેક્સ ઘટીને 80608 થયો હતો.
શેરબજારમાં ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા હતા. જીએસટી કાઉન્સિલમાં કાર, વીમા પ્રીમિયમ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવામાં આવતા માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 80567 થી 890 પોઇન્ટ જેટલો ઉછળી ગુરુવારે 81456 ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 670 પોઇન્ટની મજૂતીમાં 81250 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,715 લેવલથી ઉંચા ગેપમાં ગુરુવારે 24,980 ખુલ્યો હતો.
કાર બાઇક પર GST ઘટ્યો, ઓટો શેર ટોપ ગિયરમાં દોડ્યા
કાર બાઇક પર જીએસટી ઘટાડતા ઓટો શેર ટોપ ગિયરમાં દોડ્યા છે. ઓટો ઇન્ડેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો હતો. મહિન્દ્રા સવા 6 ટકા, આઇશર મોટર્સ 2.2 ટકા, ટીવીએસ મોટર 1.3 ટકા, હીરો મોટોકોર્પ 1 ટકા, ટાટા મોટર્સ, બજાજ ઓટો, ભારત ફોર્જના શેર 1 ટકા આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા છે. સરકારે જીએસટી ઘટાડતા કાર અને મોટરસાઇકલ બાઇક ખરીદવી સસ્તી થઇ છે. નાની કાર અને 350 સીસી સુધીની મોટરસાઈકલ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા થયો છે. તો મનોરંજન માટે વપરાતી યોટ્સ અને જહાજ પર 40 ટકા જીએસટી લાગુશે.