Share Market Today News Highlight : શેરબજારમાં સોમવારે મોટા ઉછાળે ખુલવાની સાથે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 676 પોઇન્ટ વધી 81,273 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ ઉછળી 81765 ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 245 પોઇન્ટ વધી 24877 બંધ થયો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જીએસટી રિફોર્મ્સના ઘોષણા બાદ શેરબજારમાં તેજી આવી છે. ઓટો, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર નોંધપાત્ર વધ્યા છે.
શેરબજારમાં નવા સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80597 સામે સોમવારે 718 પોઇન્ટ ઉછળી 81315 ખુલ્યો હતો. ઓટો અને ફાઈનાન્સ શેરમાં તેજીથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં જ 100 પોઇન્ટથી વધુ ઉછળી 81619 ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24631 સામે મોટા ઉછાળે સોમવારે 24938 ખુલ્યો હતો.
ઓટો ઇન્ડેક્સ 2000 પોઇન્ટ ઉછળ્યો, મારૂતિ, હીરો મોટો 7 ટકા વધ્યા
આજે શેરબજારમાં ઉછાળા પાછળ ઓટો શેરમાં તેજી જવાબદાર છે. બીએસઇ ઓટો ઇન્ડેક્સ પાછલા બંધ 53937 લેવલથી મોટા ઉછાળે સોમવારે 55117 ખુલ્યો હતો. ઓટો શેરમાં તેજીથી ઓટો ઇન્ડેક્સ 2000 પોઇન્ટ જેટલો ઉછળી 56000 લેવલ કુદાવી ગયો હતો. ઓટો ઇન્ડેક્સ તમામ 20 શેર વધ્યા હતા. શેરબજારના શરૂઆતના સેશનમાં હીરો મોટો 7.5 ટકા, હ્યુન્ડાઇ 7 ટકા, મારૂતિ 7 ટકા, અશોક લેલેન્ડ 6.5 ટકા, ટીવીએસ મોટર્સ 6.2 ટકા, બજાજ ઓટો 4.5 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 4 ટકા વધ્યા હતા.
કન્ઝ્યુર ડ્યુરબેલ્સ ઇન્ડેક્સ 1350 પોઇન્ટ ઉછળ્યો
બીએસઇ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1350 પોઇન્ટ ઉછળ્યી 60,531 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સને બાદ કરતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સના તમામ 12 શેર વધ્યા હતા. જેમાં બ્લુસ્ટાર 7.5 ટકા, પીજીઇએલ 7.2 ટકા, વોલ્ટાસ 6.2 ટકા, વ્હર્લપુલ, હેવેલ્સ, ડિક્સન, બાટા ઈન્ડિયા, ક્રોપ્ટન, બર્ગર પેઇન્ટ, એશિયન પેઇન્ટના શેર 5 થી અડધા ટકા સુધી વધ્યા હતા.