Share Market Today News Highlight : શેરબજારમાં આરંભથી અંત પોઝિટિવ ટ્રેડ રહેતા સોમવારે સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 319 પોઇન્ટ વધી 83535 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,754 થી 83,197 હતી. એનએસઇ 82 પોઇન્ટ સુધરી 25574 બંધ થયો છે. શેરબજારના સુધારામાં આઈટી અને બેંક શેરનું યોગદાન વધારે હતું. બ્લુચીપ શેર ટ્રેન્ટ 7.4 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર શેર બન્યો હતો.
શેરબજાર સોમવારે નરમ ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83,216 સામે આજે 83,198 ખુલ્યો હતો. ત્યાર પછી આઈટી સહિત પસંદગીના શેરમાં લેવાલીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો સુધરી 83527 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,492 સામે આજે 25,503 ખુલ્યો હતો.
લેન્સકાર્ટ શેર લિસ્ટિંગ આજે
આજે લેન્સકાર્ટ આઈપીઓ શેર લિસ્ટિંગ થશે. શેરબજારમાં લિસ્ટિંગ પહેલા લેન્સકાર્ટ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. લેન્સકાર્ટના લેટેસ્ટ જીએમપી 100 ટકા ઘટીને 0 (શૂન્ય) થઇ ગયો છે. લેન્સકાર્ટના 7278.02 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 382 – 402 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર હતી. કંપનીનો શેર BSE, NSE પર આજે એટલે કે 10 નવેમ્બરે શેર લિસ્ટિંગ થવાનો છે





