Share Market Today News Live Update : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ઘટ્યા બાદ વધ્યા હતા. જો કે યુએસ ફેડ રેટ કટ અંગે અનિશ્ચત્તાથી એશિયન શેરબજારો નરમ હતા. સેન્સેક્સ 59 પોઇન્ટ ઘટી 84607 ખુલ્યો હતો. સ્મોલકેપ અને બેંક શેરમાં સુધારાથી શેરબજાર સુધર્યું હતું. સેન્સેક્સ 170 પોઇન્ટ સુધરી 84840 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી સાધારણ વધીને 25,864 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 70 પોઇન્ટની મજબૂતીમાં 25900 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
આજે યુએસ ફેડ રિઝર્વની મોનેટરી પોલિસી જાહેર થશે
આજે મોડી રાત્રે યુએસ ફેડ રિઝર્વ મોનેટરી પોલિસી જાહેર કરશે. આ વખતે અમેરિકાની મધ્યસ્થ બેંક વ્યાજદર ઘટાડશે કે નહીં તે અંગે અનિશ્ચતતા છે. યુએસ ફેડ પોલિસી પહેલા જાપાનીઝ યેન, 0.6 ટકા ઘટી 157 ડોલર બોલાયો હતો. આગામી સપ્તાહે જાપાનની મધ્યસ્થ બેંકની ધિરાણનીતિ જાહેર થવાની છે. યુરો સામે જાપાનીઝ યેન રેકોર્ડ નીચા લેવલે પહોંચ્યો છે.
Meesho IPO Listing Share Pirce : મીશો શેર લિસ્ટિંગ ધમાકેદાર, રોકાણકારોને 50 ટકાથી વધુ રિટર્ન
મીશો આઈપીઓ શેર લિસ્ટિંગ ધમાકેદાર થયું છે. મીશો શેર લિસ્ટિંગ પર રોકાણકારોને 50 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. મીશો કંપનીના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 105 – 111 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 10 ડિસેમ્બર, 2025ના રોજ બીએસઇ મીશો કંપનીનું શેર લિસ્ટિંગ 161 રૂપિયાના ભાવે થયું છે. એટલે કે મીશો શેર લિસ્ટિંગ 46 ટકા પ્રીમિયમે થયું છે. ઓપનિંગ સેશનની શરૂઆતમાં જ શેર 171 રૂપિયા સુધી વધ્યું હતું, જે 54 ટકા રિટર્ન દર્શાવે છે. મીશો IPO ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો. આ IPO કુલ 82 ગણો ભરાયો હતો. તે રિટેલ કેટેગરીમાં 19.89 ગણો, NII કેટેગરીમાં 39.85 ગણો અને QIB કેટેગરીમાં 123.34 ગણો સબ્સક્રાઇબ થયો હતો.





