Share Market Today News Highlight : શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 58 પોઇન્ટ વધી 80597 અને નિફ્ટી 12 પોઇન્ટ વધી 25631 બંધ થયો છે. આઈટી અને બેંક શેર એકંદરે મજબૂત હતા પણ સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ ઘટ્યા હતા. ગુરુવારે બીએસઇની માર્કેટકેપ ઘટીને 444.78 લાખ કરોડ રૂપિયા થઇ હતી. શુક્રવારે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિતે શેરબજાર બંધ રહેશે. શુક્રવારે સેન્સેક્સ નિફ્ટીમાં ટ્રેડિંગ થશે નહીં.
ભારતીય શેરબજારમાં ગુરુવારે સેન્સેક્સ વધીને જ્યારે નિફ્ટી ઘટાડે ખુલ્યો હતો. સેન્સેક્સ 86 પોઇન્ટની મજબૂતીમાં 80625 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24619 સામે ફ્લેટ આજે 24607 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં ઇન્ફોસિસ અને ટીસીએસ જેવા બ્લુચીપ આઈટી શેર મજબૂત દેખાયા હતા.
એશિયન શેરબજારોમાં મંદી
ગુરુવારે એશિયન શેરબજારોમાં મંદીનો માહોલ હતો જ્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો. જાપાનીઝ નિક્કેઇ 650 પોઇન્ટ તૂટી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તો તાઇવાન, કોરિયા, હોંગકોંગ, જકાર્તા સહિત મુખ્ય એશિયન બજારો ડાઉન હતા.
NSDL શેર સતત બીજા દિવસે તૂટ્યો
એનએસડીએલ શેર સતત બીજા દિવસે તૂટ્યો છે. ગુરુવારે NSDL શેર ફ્લેટ 1206 ખુલ્યા બાદ શરૂઆતમાં જ 3 ટકા સુધી ઘટી 1166 રૂપિપા બોલાયો હતો. બુધવારે એનએસડીએલ શેર 6 ટકા તૂટી 1203 રૂપિયા બંધ થયો હતો. નોંધનિય છે કે, એનસીડીએલનો શેર 880 રૂપિયાની આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ સામે 10 ટકાના પ્રીમિયમ 880 રૂપિયા ભાવે લિસ્ટેડ થયો હતો. ત્યાર બાદ સતત વધીને 11 ઓગસ્ટે શેર 1425 રૂપિયાન ટોચે પહોંચ્યો હતો.