Share Market Today News Live Update : શેરબજારમાં સતત બીજા દિવસે તેજી યથાવત રહેતા સેન્સેક્સ 52 અઠવાડિયાની ઉંચી સપાટી પર બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટીએ નવું ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું હતું. સેન્સેક્સ 446 પોઇન્ટ ઉછળી 85632 બંધ થયો હતો. સેન્સેક્સ 85,801 ઇન્ટ્રા ડેમા હાઇ થયો હતો, જે 52 અઠવાડિયાની ઉંચી સપાટી છે. તો એનએસઇ નિફ્ટી 139 પોઇન્ટ વધી 26192 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમા નિફ્ટી એ 26,246 નવી રેકોર્ડ હાઇ લેવલ બનાવી હતી. હવે સેન્સેક્સ પણ નવી ઉંચી સપાટીએ પહોંચવાની શક્યતા છે.
સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મજબૂતી સાથે ખુલ્યા છે. વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો અને યુએસ માર્કેટમાં મંદીને બ્રેક લાગતા શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 85,186 લેવલ સામે 284 પોઇન્ટ વધીને ગુરુવારે 85,470 ખુલ્યો છે. એનએસઇ નિપ્ટી 80 પોઇન્ટ વધી 26,132 ખુલ્યો છે. આઈટી, મિડકેપ અને સ્મોલકેપ શેરમાં તેજી છે.
એશિયન શેરબજારમાં તેજી, જાપાનનો નિક્કેઇ 1650 પોઇન્ટ ઉછળ્યો
એશિયન બજારોમાં તેજીનો માહોલ છે. ગિફ્ટ નિફ્ટી 80 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઇ સૂચકાંક 1650 પોઇન્ટ કે 3.5 ટકા ઉછળ્યો છે. તાઈવાન શેરબજાર 800 પોઇન્ટ, કોરિયા 125 પોઇન્ટ, ઈન્ડોનેશિયા, શાંઘાઇ, હોંગકોગ માર્કેટ પણ 70 થી 100 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.
નિફ્ટી ઐતિહાસિક ટોચે પર, બેંક નિફ્ટી રેકોર્ડ હાઇ
શેરબજારમાં તેજી અકબંધ રહેતા નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. બીએસઇ સેન્સેક્સ 297 પોઇન્ટ વધીને 85482 થયો છે. તો એનએસઇ નિફ્ટી ઓલટાઇમ હાઇ લેવલ 26,145 પહોંચ્યો છે. નિફ્ટી 95 પોઇન્ટ વધીને 26145 રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. બેંક શેરમાં તેજીથી બેંક નિફ્ટી વધીને 59,326 ઐતિહાસિક ટોચ પર પહોંચ્યો છે.





