Share Market Today News Highlight: શેરબજારમાં વેચવાલીના દબાણથી મંગળવારે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સૌથી ખાસ વાત એ છે કે, સેન્સેક્સ કરતા નિફ્ટી બમણો ઘટ્યો છે. મંગળવારે સેન્સેક્સ 13 પોઇન્ટ ઘટી 82186 અને નિફ્ટી 30 પોઇન્ટ ઘટી 25060 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82538 થી 82110 અને નિફ્ટી 25182 થી 25035 રેન્જમાં અથડાયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેર પણ દબાણ હેઠળ હતા. પીએસયુ બેંક, રિયલ્ટી, ફાર્મા સહિત તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ થયા છે.
શેરબજાર મંગળવારે સકારાત્મક વચ્ચે સેન્સેક્સ નિફ્ટી વધીનેખુલ્યા છે. એશિયન માર્કેટ મિશ્ર વલણ હતું જ્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ વધીને ટ્રેડ કરી રહ્યો છે. સોમવારે અમેરિકાના શેરબજારમાં તેજી રહેતા S&P 500 ઇન્ડેક્સ નવી ઉંચાઇ પર બંધ થયો છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં ગેરરીતિ આચરનાર અમેરિકાની ટ્રેડિંગ ફર્મ Jane Streetને સેબી તરફથી રાહત મળી છે.
સેન્સેક્સ 300 પોઇન્ટ વધીને ખુલ્યો
સેન્સેક્સ મંગળવારે 327 પોઇન્ટ વધીને 82527 ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 82200 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25090 સામે 176 પોઇન્ટ વધીને મંગળવારે 25166 ખુલ્યો હતો. આજે બોર્ડર માર્કેટમાં લેવાલીથી બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ રિકવરીના પગલે 178 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.
ઓટો શેરમાં વેચવાલી, સ્મોલકેપ શેર વધ્યા
ઓટો શેરમાં વેચવાલી વચ્ચે ટાટા મોટર્સ 1.25 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 1 ટકા અને મારૂતિ સુઝુકી અડધા ટકા ઘટ્યા હતા. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 126 પોઇન્ટ તૂટ્યો હતો. બજાજ ફિનસર્વ 1.4 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લુઝર સ્ટોક બન્યો હતો. આજે બોર્ડર માર્કેટમાં લેવાલીથી બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ રિકવરીના પગલે 178 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.