Share Market News: RBI રેટ કટ બાદ સેન્સેક્સ 447 પોઇન્ટ વધ્યો, બેંક શેરમાં તેજી

Share Market Today News Highlight : આરબીઆઈ એ રેપો રેટ ઘટાડતા બેંક શેરની તેજીથી શેરબજાર સતત બીજા દિવસે વધીને બંધ થયા હતા. જો કે ચલણી શેરમાં વેચવાલીથી સ્મોલકેપ 345 પોઇન્ટ ઘટ્યો છે.

Written by Ajay Saroya
Updated : December 05, 2025 18:26 IST
Share Market News: RBI રેટ કટ બાદ સેન્સેક્સ 447 પોઇન્ટ વધ્યો, બેંક શેરમાં તેજી
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફટી સતત બીજા દિવસે વધીને બંધ થયા છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ 447 પોઇન્ટ વધીને 85712 અને નિફ્ટી 152 પોઇન્ટ વધી 26186 બંધ થયા હતા.

આરબીઆઈ ધિરાણનીતિની ઘોષણ પહેલા શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,265 લેવલથી 115 પોઇન્ટના ઘટાડે આજે 85,125 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,033 લેવલથી 34 પોઇન્ટ ઘટી આજે 25,999 ખુલ્યો હતો.

જાપાન શેરબજારમાં કડાકો, એશિયન બજારો નરમ

એશિયન બજારોમાં એકંદરે નરમાઇ હતી. જાપાન શેરબજાર સૂચકાંક નિક્કેઇ 25 ઇન્ડેક્સમાં 750 પોઇન્ટથી વધુ કડાકો બોલાયો હતો. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ, હોંગકોંગ અને સિંગાપોર શેરબજાર પણ સાધારણ નરમ હતા. તો તાઇવાન, કોરિયા, ઈન્ડોનેશિયા અને શાંઘાઇ શેરબજાર સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા.

RBI મોનેટરી પોલિસી 10 વાગે જાહેર થશે

આજે આરબીઆઈ મોનેટરી પોલિસી 10 વાગે જાહેર થવાની છે. રિઝર્વ બેંક રેપો રેટ ઘટાડે છે કે નહીં તેના પર સૌની નજર છે. ત્રણ દિવસની આરબીઆઈ મોનેટરી પોલિસી મિટિંગ 3 ડિસેમ્બરે શરૂ થઇ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ઘોષણા આજે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 10 વાગે કરશે.

Read More
Live Updates

સ્મોલકેપ 345 પોઇન્ટ ઘટ્યો, બેંક ઇન્ડેક્સ 571 પોઇન્ટ ઉછળ્યો

મિડકેપ 95 પોઇન્ટ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ 345 પોઇન્ટ ઘટ્યો હતો. આરબીઆઈ દ્વાર રેટ કટ બાદ બેંક શેરમાં તેજી આવતા બીએસઇ બેંકેક્સ 571 પોઇન્ટ ઉછળ્યો હતો. કેપિટલ ગુડ્સ 285 પોઇન્ટ ઘટ્યો હતો. બીએસઇ માર્કેટકેટ 470.96 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 7 શેર ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ વધીને બંધ થયેલા ટોચના 5 શેરમાં એસબીઆઈ અઢી ટકા, બજાજ ફિનસર્વ સવા બે ટકા, બજાજ ફાઈનાન્સ 1.9 ટકા, મારૂતિ સુઝુકી 1.7 ટકા અને એચસીએલ ટેક 1.7 ટકા વધ્યા હતા. તો ટોપ 5 લુઝર શેરમાં એચયુએલ 3.5 ટકા, ઇટરનલ 1.1 ટકા, ટીએમપીવી, સન ફાર્મા અને ટ્રેન્ટ 1 ટકા આસપાસ ઘટ્યા હતા.

સેન્સેક્સ 447 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 152 પોઇન્ટ વધ્યો

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફટી સતત બીજા દિવસે વધીને બંધ થયા છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ 447 પોઇન્ટ વધીને 85712 અને નિફ્ટી 152 પોઇન્ટ વધી 26186 બંધ થયા હતા.

Indigo : ઈન્ડિગો ને આંશિક રાહત, DGCA એ 'સાપ્તાહિક આરામ' નિયમ પાછો ખેંચ્યો

DGCA Withdraws Weekly Rest Rules To Indigo : ઈન્ડિગો એરલાઈન્સને રાહત આપતા DGCA એ સાપ્તાહિક આરામનો નિયમ પાછો ખેંચ્યો છે. નવા નિયમના કારણે ઈન્ડિગોની ઘણી ફ્લાઇટ મોડી થઇ છે અથવા કેન્સલ કરવાની ફરજિયાત પડી છે. …વધુ માહિતી

RBI રેપો કટના ઉન્માદથી સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 160 પોઇન્ટ વધ્યો

આરબીઆઈ દ્વારા રેપો કેટ બાદ શેરબજારમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 450 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે અને 85720 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 150 પોઇન્ટ સુધર્યો છે અને 26200 લેવલ ઉપર મજબૂત છે. બેંક નિફ્ટી 450 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 430 પોઇન્ટ ઉછળ્યો છે.

RBI રેપો રેટ 0.25 ટકા ઘટી 5.25 ટકા કર્યો, હોમ લોન સસ્તી થશે

રિઝર્વ બેંક ગવર્નર સંજય મલ્હોત્રાએ આરબીઆઈ મોનેટરી પોલિસીની ઘોષણા કરી છે, જેમા રેપો રેટ 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો છે. રેપો રેટ ઘટવાથી નવી હોમ લોન સસ્તી થશે. ઉપરાંત જુની હોમ લોન સહિત વિવિધ લોનના EMI પણ ઘટશે.

RBI મોનેટરી પોલિસી 10 વાગે જાહેર થશે

આજે આરબીઆઈ મોનેટરી પોલિસી 10 વાગે જાહેર થવાની છે. રિઝર્વ બેંક રેપો રેટ ઘટાડે છે કે નહીં તેના પર સૌની નજર છે. ત્રણ દિવસની આરબીઆઈ મોનેટરી પોલિસી મિટિંગ 3 ડિસેમ્બરે શરૂ થઇ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ઘોષણા આજે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 10 વાગે કરશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો

જાપાન શેરબજારમાં કડાકો, એશિયન બજારો નરમ

એશિયન બજારોમાં એકંદરે નરમાઇ હતી. જાપાન શેરબજાર સૂચકાંક નિક્કેઇ 25 ઇન્ડેક્સમાં 750 પોઇન્ટથી વધુ કડાકો બોલાયો હતો. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ, હોંગકોંગ અને સિંગાપોર શેરબજાર પણ સાધારણ નરમ હતા. તો તાઇવાન, કોરિયા, ઈન્ડોનેશિયા અને શાંઘાઇ શેરબજાર સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા.

RBI ધિરાણનીતિ પહેલા સેન્સેક્સ નિફ્ટી નરમ, IT શેર મજબૂત

આરબીઆઈ ધિરાણનીતિની ઘોષણ પહેલા શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,265 લેવલથી 115 પોઇન્ટના ઘટાડે આજે 85,125 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,033 લેવલથી 34 પોઇન્ટ ઘટી આજે 25,999 ખુલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ