Share Market Today News Live Update : શેરબજારમાં સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 370 પોઇન્ટ વધી 81644 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 104 પોઇન્ટ વધીને 24980 બંધ થયો છે. જો કે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 25000 લેવલ કુદાવી ગયો હતો. જો કે ત્યારબાદ વેચવાલીના દબાણથી માર્કેટ ઉંચા સ્તરેથી ઘટ્યું હતું. ચલણ શેરોમાં તેજીના પગલે સ્મોલકેપ અને મિડકેપ જબરદસ્ત ઉછળ્યા હતા. બીએસઇ સ્મોલકેપ 510 પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સ 440 પોઇન્ટ ઉછળ્યા હતા.
શેરબજાર મંગળવારે ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81273 સામે આજે 81319 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24876 સામે મંગળવારે 24891 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં રિલાયન્સ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ્, ભારતી એરટેલ અને ટ્રેન્ટ શેર અડધાથી દોઢ ટકા જેટલા મજબૂત હતા.
એશિયન શેરબજાર નરમ
મંગળવારે એશિયન શેરબજારો નરમ હતા. સિંગાપોર શેરબજાર અને શાંઘાઇ માર્કેટને બાદ કરતા તમામ એશિયન માર્કેટ નરમ હતા. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો.





