Share Market Today News Highlight : શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધી પોઝિટિવ ઝોનમાં બંધ થયા છે. સેન્સેક્સ 63 પોઇન્ટ વધી 82,634 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 16 પોઇન્ટ વધી 25212 બંધ થયો છે. આજે સેશન દરમિયાન સેન્સેક્સ 82342 થી 82784 રેન્જમાં ટ્રેડ થયો હતો. માર્કેટનો અંડર કરંટ નરમ રહેતા મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયા હતા. પીએસયુ બેંક, આઈટી અને ઓટો ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે ફ્લેટ ખુલ્યા હતા. ઓટો શેર અને ટાટા ગ્રૂપના સ્ટોકમાં વેચવાલીના દબાણથી માર્કેટ દબાણ હેઠળ રહેતા સેન્સેક્સ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડિં કરી રહ્યા છે. એશિયન બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે સેન્સેક્સ નિફ્ટી પ્રી ઓપનિંગ સેશનમાં જ નરમ દેખાતા હતા. ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ પણ ઘટાડે ટ્રેડ કરી રહ્યો હતો. એશિયન માર્કેટમાં હેંગસેંગ, તાઇવાન, જકાર્તા અને નિક્કેઇ ઇન્ડેક્સ પોઝિટિવ હતા.
સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 25150 નીચે
બુધવારે સેન્સેક્સ 36 પોઇન્ટ ઘટી 82534 ખુલ્યો હતો. ઓટો અને બેંક શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો ઘટી 82375 સુધી ગયો હતો. મંગળવાર સેન્સેક્સ 82570 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી બુધવારે ફ્લેટ 25196 ખુલ્યો હતો. નિફ્ટી 50 પોઇન્ટ જેટલો ઘટી 25150 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.





