Share Market Today News Highlight : શેરબજારમાં છ દિવસની તેજીને બ્રેક લાગતા બુધવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 278 પોઇન્ટ ઘટી 84673 બંધ થયો છે. આમ તો સેન્સેક્સ તેજી સાથે 85000 લેવલ ઉપર ખુલ્યો હતો. જો કે વૈશ્વિક બજારોના નબળા સંકેત અને સ્થાનિક સ્તરે વેચવાલીના દબાણથી સેન્સેક્સ શેરબજાર ઘટ્યું હતું. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,042 થ 84,558 હતી. એનએસઇ નિફ્ટી 103 પોઇન્ટ ઘટી 25910 બંધ થયો છે. આજે શેરબજારમાં આઈટી અને ફાઈનાન્સ શેર નોંધપાત્ર ઘટ્યા હતા.
શેરબજાર મંગળવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,950 સામે આજે 85000 લેવલ ઉપર 85,042 ખુલ્યો હતો. જો કે વૈશ્વિક બજારોના નબળા સંકેત અને નિફ્ટી વિકલી એક્સપાયરીના દબાણથી માર્કેટ ખુલ્યા બાદ તરત જ 170 પોઇન્ટ જેટલું ઘટીને ફરી 85000 નીચે 84770 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,013 સામે આજે 26,021 ખુલ્યો હતો. નરમ બજારમાં નિફ્ટી 70 પોઇન્ટ ઘટી 25940 લેવલ આસપુાસ ટ્રેડ કરી રહ્યો હતો.
Paytm શેરમાં બ્લોક ડીલ સંભવ, 3 રોકાણકાર 1640 કરોડના શેર વેચશે
Paytm વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ શેરમાં આજે એક મોટી બ્લોક ડિલ થવા સંભવ છે. SAIF III મોરેશિય , SAIF પાર્ટનર્સ અને Elevation Capital જેવા દિગ્ગજ ઇન્વેસ્ટર્સ પેટીએમ કંપનીમાં પોતાનો કુલ 2 ટકા હિસ્સો વેચી શકે છે. આ બ્લોડ ડીલ માટે ફ્લોર પ્રાઇસ 1,281 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જે પાછલા બંધ ભાવની તુલનામાં 3.9% ટકા નીચો ભાવ છે. આ બ્લોક ડીલ બાદ 60 દિવસનું લોક અપ પિરિયડ હશે, જે દરમિયાન રોકાણકાર વધારાના શેર વેચી શકશે નહીં.





