Share Market Today News Highlight : શેરબજાર મંગળવારે સુધારા સાથે ખુલ્યા હતા. જો કે બપોર બાદ યુએસ ટેરિફનું ટેન્શન અને વૈશ્વિક શેરબજારની નરમાઇના બદલે સેન્સેક્સ 80,761.14 ઇન્ટ્રા-ડે ટોચથી 750 પોઇન્ટ ઘટી 80008 સુધી ગયો હતો. સેશનના અંતે સેન્સેક્સ 206 પોઇન્ટ ઘટી 80157 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 24579 બંધ થયો છે.
શેરબજાર મંગળવારે મજબૂતી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80,364 સામે 170 પોઇન્ટના સુધારા સાથે આજે 80520 ખુલ્યો હતો. તો નિફ્ટી 28 પોઇન્ટ વધી 24,653 ખુલ્યો હતો. એશિયન બજારનો સકારાત્મક સંકેતથી ભારતીય શેરબજારને સપોર્ટ મળ્યો છે.
બજાજ કન્ઝ્યુમર કેર 18.66 કરોડના શેર બાયબેક કરશે
બજાજ કન્ઝઅયુમર કેર કંપનીએ 18.66 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. કંપનીએ શેર દીઠ 290 રૂપિયાના ભાવે શેર બાયબેક કરશે, જેની માટે 18.66 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ નહીં થાય.