Share Market Today News Highlight : શેરબજારમાં સુધારો યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધીને બંધ થયા છે. સેન્સેક્સ 369 પોઇન્ટ વધી 84997 બંધ થયો છે. નિફ્ટી 118 પોઇન્ટની તેજીમાં 26000 લેવલ કુદાવી 26054 બંધ થયો છે. આમ નિફ્ટી 13 મહિનાની સૌથી ઊંચી સપાટી પર બંધ થયો છે. એનએસઇ નિફ્ટીનું રેકોર્ડ હાઇ લેવલ 26,104 છે. આજે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં નિફ્ટી 26,097 અને સેન્સેક્સ 85,105 સુધી વધ્યા હતા.
શેરબજાર ગ્લોબલ માર્કેટના સકારાત્મક સંકેતોના પગલે મજબૂત ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,628 લેવલ સામે બુધવારે 84,663 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 150 પોઇન્ટ વધી 84750 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,982 લેવલથી ઉંચા ગેપમાં 25982 ખુલ્યો હતો. શરૂઆતમાં જ નિફ્ટીએ 26000 લેવલ ક્રોસ કર્યું અને ત્યાર પછી ફરી 26000 લેવલની નીચે આવી ગયો હતો.
યુએસ ફેડ મિટિંગ પહેલા વૈશ્વિક સોનું સ્થિર
અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડ રિઝર્વની બે દિવસીય પોલિસી મિટિંગ 28 ઓક્ટોબરે શરૂ થઇ છે, જેના નિર્ણયો 29 કે 30 ઓક્ટોબરે જાહેર થઇ શકે છે. યુએસ ફેડ રિઝર્વની પોલિસી મિટિંગમાં વ્યાજદર 0.25 ટકા ઘટાડવાનો નિર્ણય લેવાઇ શકે છે. યુએસ ફેડની મિટિંગ દરમિયાન સોનું સ્થિર છે અને 3960 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસની નીચે બોલાઇ રહ્યું છે, જે 7 ઓક્ટોબર પછીનો સૌથી નીચો ભાવ છે.
સપ્ટેમ્બરમાં IIP ગ્રોથ 3 મહિનાના તળિયે
વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને યુએસ ટેરિફની પ્રતિકુળ અસરના લીધે ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ પર ખરાબ અસર થઇ રહી છે. MOSPI દ્વારા 28 ઓક્ટોબરે જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનક આંક એટલે કે આઈઆઈપી ગ્રોથ વાર્ષિક તુલનાએ 4 ટકા વધ્યો છે, જે છેલ્લા મહિનાનો સૌથી નીચો વૃદ્ધિ દર છે. ઓગસ્ટમાં આઈઆઈપી ગ્રોથ 4.12 ટકા નોંધાયો હતો.





