/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/share-market-crash.jpg)
શેરબજારમાં કડાકો - પ્રતિકાત્મક તસ્વીર (Photo - Freepik)
Share Market Today Update: શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી માટે સપ્તાહનો પ્રથમ દિવસ એકંદરે સુસ્ત રહ્યો છે. અત્યંત વોલેટાઇલ માર્કેટમાં ઉંચા મથાળે વેચવાલીના પગલે સેન્સેક્સ વધીને જ્યારે નિફ્ટી ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 17 પોઇન્ટ વધી 73895 બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 33 પોઇન્ટ ઘટી 22442 બંધ થયો હતો. બેન્કિંગ, ફાઈનાન્સ અને પાવર કંપનીઓના શેરમાં વેચવાલીથી સેન્સેક્સને મોટું નુકસાન થયુ હતુ.
સેન્સેક્સના ટોપ 5 લુઝર સ્ટોક
સેન્સેક્સના 30 શેરમાંથી 11 હેવીવેઇટ્સ સ્ટોક ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના ટોપ 5 લુઝર શેરમાં ટાયટન 7.2 ટકા, એસબીઆઈ 2.9 ટકા, એનટીપીસી 2.3 ટકા, પાવર ગ્રીડ 1.2 ટકા અને લાર્સન ટુર્બો 1 ટકા તૂટ્યા હતા. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સના 50 માંથી 27 બ્લુચીપ સ્ટોક ડાઉન હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sensex-blue-chip-30-stock-price.jpg)
મિડ કેપ અને સ્મોલ કેપ શેર તૂટ્યા
શેરબજારમાં પ્રોફિટ બુકિંગ વચ્ચે મિડ કેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકા તૂટ્યા હતા. સેક્ટોરિયલ ઈન્ડાઇસિસમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી વધુ 4 ટકા, ઓઇલ ગેસ અને એનર્જી ઈન્ડેક્સ 2 ટકા, બીએસઇ સર્વિસ ઇન્ડેક્સ બે ટકા, યુટિલિટિઝ 1.7 ટકા, પાવર ઈન્ડેક્સ સવા એક ટકા ડાઉન હતા. આ મંદી વચ્ચે રિયલ્ટી ઈન્ડેક્સ 2.7 ટકા વધ્યો હતો. બીએસઇ પર આજે 1294 શેર વધીને જ્યારે 2628 શેર ઘટીને બંધ થયા હતા. જેમાં 242 શેરમાં તેજીની સર્કિટ લાગી હતી. જ્યારે 26 શેરમાં મંદીની સર્કિટ લાગી હતી.
આ પણ વાંચો | કોણ છે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ? ડોક્ટર માંથી બિઝનેસમેન બન્યા હવે ચલાવે છે 20852 કરોડની કંપની
રોકાણકારોને 2 દિવસમાં 5 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં અફરાતફરી વચ્ચે રોકાણકારોને જંગી નુકસાન થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કૂલ માર્કેટ વેલ્યૂએશન 403.39 લાખ કરોડ રૂપિયા થઇ છે. જે અગાઉના ટ્રેડિંગ સેશનના અંતે બીએસઇની કૂલ માર્કેટકેપ 406.24 લાખ કરોડ રૂપિયા રહી હતી. આમ આજે શેરબજાર ના રોકાણકારોને 2.85 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અગાઉ 3 મે, 2જ24ના રોજ બીએસઇની માર્કેટકેપમાં 2.25 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયુ હતુ. આમ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોએ 5.1 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us