Share Market Today News Highlight : શેરબજારમાં સુધારાની ચાલ જળવાઇ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે વધીને બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 583 પોઇન્ટ વધી 81790 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 81846 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 183 પોઇન્ટ વધી 25077 બંધ થયો છે. આઈટી અને બેંક શેરમાં તેજીથી શેરબજાર વધ્યું છે. આજે બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તારીખો જાહેર થવાથી માર્કેટ પર તેની અસર જોવા મળશે. શેરબજાર વધ્યું હતું પણ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી, જે આંતરપ્રવાહ નબળો હોવાના સંકેત આપે છે.
સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક શેરબજારોના સકારાત્મક સંકેત વચ્ચે પોઝિટિવ ખુલ્યા હતા. અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે સેન્સેક્સપાછલા બંધ 81207 લેવલ સામે આજે 81274 ખુલ્યો હતો. ત્યાર પછ સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો વધી 81357 ટ્રેડિંગ કરી રહ્યો હતો. તો એનએસઇ પાછલા બંધ 24,894 સામે આજે 24,916 ખુલ્યો હતો.
ક્રૂડ ઓઇલમાં 1 ટકાની તેજી
ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC+ દ્વારા અપેક્ષા કરતા ઓછી માસિક ઉત્પાદન વૃદ્ધિની ઘોષણા કર્યા બાદ ઓઇલમાં 1 ટકા તેજી આવી છે. તેનાથી ક્રૂડ ઓઇલની સપ્લાયમાં મોટો ઘટાડો થવાની ચિંતા ઓછી થઇ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 63 સેન્ટ કે 1 ટકા વધી 65.16 ડોલર બોલાયો હતો. તો યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલ 58 સેન્ટ વધીને 61.46 ડોલર બોલાતો હતો.
જાપાનીઝ શેરબજાર 2200 પોઇન્ટ ઉછળ્યો
આજે એશિયન બજારો નોંધપાત્ર વધ્યા હતા. જાપાનીઝ શેરબજારનો બેન્ચમાર્ક Nikke 225 ઇન્ડેક્સ 2200 પોઇન્ટ ઉછળી 47650 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો હતો. જકાર્તા અને શાંઘાઇ શેરબજાર એકંદરે સકારાત્મક હતા. જો કે હોંગકોંગ માર્કેટ 167 પોઇન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.