Share Market Today News Live Update: શેરબજારમાં તેજીના પગલે બુધવારે સેન્સેક્સ 540 પોઇન્ટ ઉછળી 82726 બંધ થયો હતો. તો નિફ્ટી 159 પોઇન્ટ ઉછળી 25219 બંધ થયો છે. આજે ઓટો બેંક શેર નોંધપાત્ર વધ્યા હતા. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત અને કોર્પોરેટ કંપનીઓના પ્રોત્સાહક પરિણામથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે. શેરબજારના 4 કારણોમાં અમેરિકા જાપાન ટ્રેડ ડિલ, વૈશ્વિક બજારોના સારા સંકેત, વોલેટાલિટી ઇન્ડેક્સમાં ઘટાડો અને સારા કોર્પોરેટ કંપની પરિણામ છે.
આજે બુધવારે શેરમાર્કેટ સુધારા સાથે ખુલ્યું હતું. નિફ્ટી 50 25139.30 પોઈન્ટ સાથે ખુલ્યું હતું. જ્યારે સેન્સેક્સ 82,451.90ના સ્તરે ખુલ્યું હતું. આજે બજારો માટે વધુ એક ભારે કમાણી સત્રની રાહ જોવાઈ રહી છે, અને નિફ્ટી પાસે અન્ય ઘણા પરિબળોનો પણ સામનો કરવો પડશે.
એશિયન બજારો બુધવારે વધીને ટ્રેડ કરી રહ્યા છે. જાપાનનો શેરબજાર નિક્કેઇ 225 ઇન્ડેક્સ 1200 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. તાઇવાન માર્કેટ 300 પોઇન્ટ , હોંગકોંગ 125 પોઇન્ટ વધ્યા છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 80 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેન્ડ કરી રહ્યો છે. ભારતીય શેરબજારમાં મંગળવારે FII એ વેચવાલી કરી હતી.
અમેરિકા જાપાન વચ્ચે ટ્રેડ ડિલ
અમેરિકા જાપાન વચ્ચે ટ્રેડ ડિલ થઇ છે. જાપાન 15 ટકા ટેરિફ ચૂકવશે. કાર, ટ્રક,ચોખા અને અન્ય કૃષિ પેદાશો માટે પણ પોતાના બજાર ખોલશે. અમેરિકામાં 550 અબજ ડોલરનું રોકાણ કરશે. આજે પીએમ નરેન્દ્ર મોદી બે દિવનસા વિદેશ પ્રવાસે બ્રિટન જશે. આ દરમિયાન મુક્ત વેપાર સોદા પર હસ્તાક્ષર થઇ શકે છે.
MCX પર સોનું ₹ 1 લાખ પાર
ટ્રમ્પ ટેરિફની 1 ઓગસ્ટની હેડલાઇન પહેલા કોમોડિટી બજારમાં તેજીનો માહોલ છે. મંગળવારે એમસીએક્સ વાયદામાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયાાની સપાટી કુદાવી ગયા હતા. તો વૈશ્વિક બજારમાં ચાંદી 14 વર્ષની ટોચે પહોંચી હતી. કોપરના ભાવ પણ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે. સ્ટીલ સહિત અન્ય બેસ મેટલ્સમાં તેજીનો ટ્રેન્ડ છે.





