Share Market Today News Highlight: શેરબજારમાં ગુરુવારે શરૂઆતથી મંદીનો માહોલ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 346 પોઇન્ટ ઘટી 83190 અને નિફ્ટી 121 પોઇન્ટ ઘટી 25355 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 83134 અને નિફ્ટી 25340 ઇન્ટ્રા-ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બેંક અને આઈટી શેરમાં વેચવાલીથી શેરબજાર પણ દબાણ વધ્યું છે. આઇટી કંપનીઓના જૂન ત્રિમાસિક પરિણામની સીઝન શરૂ થઇ ગઇ છે. ઉપરાંત ભારત અમેરિકા વેપાર સોદામાં ઘણા અવરોધો છે, જેનાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
શેરબજાર ગુરુવારે કોન્સોલિડેશન મોડમાં રહેતા સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ 100 પોઇન્ટ વધીને ખુલ્યો હતો. જો કે ટાટા ગ્રૂપ અને આઈટી કંપનીઓના શેર પણ દબાણના લીધે સેન્સેક્સ અંડર પ્રેશર હતો. જૂન ક્વાર્ટરના પરિણામની ઘોષણા પહેલા ટીસીએસ સ્ટોક ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. ભારત અમેરિકા વેપાર સોદાની આશાવાદમાં ગુરુવારે ડોલર સામે રૂપિયો 6 પૈસા વધીને 85.62 ખુલ્યો હતો.
સેન્સેક્સ 110 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 23450 નીચે
સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે પોઝિટિવ ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ બુધવારના બંધ 83536 સામે ગુરુવારે 120 પોઇન્ટ વધીને 83658 ખુલ્યો હતો. જો કે આઈટી અને ટાટા ગ્રૂપ શેરમાં વેચવાલીથી શેરબજારમાં આરંભિક સુધારો ધોવાઇ જતા સેન્સેક્સ 110 પોઇન્ટ ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,476 સામે ગુરુવારે 25,511 ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી 40 પોઇન્ટ ઘટી 23450 નીચે ટ્રેડ કરી રહ્યો છે.





