Share Market Today News Highlight : શેરબજારમાં ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ વેચવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 65 પોઇન્ટ ઘટી 85641 અને નિફઅટી 27 પોઇન્ટ ઘટી 26175 બંધ થયો છે. સોમવારે સેન્સેક્સ 350 પોઇન્ટ વધીને 86066 ખુલ્યો હતો. શરૂઆતના સેશનમા જ 450 પોઇન્ટ ઉછળી સેન્સેક્સ 86159 રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યો હતો. જો કે ઉંચા મથાળે શેરબજારમાં વેચવાલી અને ડોલર સામે રૂપિયો નવા નીચા તળિયે જતા સેન્સેક્સ ઐતિહાસિક ટોચથી 650 પોઇન્ટ તૂટ્યો અને નીચામાં 85489 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 26,325 રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા બાદ ઘટીને 26,124 સુધી ગયો હતો.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઉછાળે ખુલ્યા બાદ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,706 થી 350 પોઇન્ટથી ઉછળીને સોમવારે 86,065 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળીને 86159 સુધી વધ્યો હતો, જે નવો રેકોર્ડ હાઇ લેવલ છે. નિફ્ટી 123 પોઇન્ટ વધી 26,325 ખુલ્યો હતો.
FPI એ નવેમ્બરમાં 3765 કરોડના શેર વેચ્યા
વિદેશી રોકાણકારો (FPI)એ નવેમ્બરમાં ભારતીય બજારમાં 3765 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. છેલ્લા ઘણા મહિનાથી FPI ભારતીય બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. ઓક્ટોબરમાં 14,610 કરોડ, સપ્ટેમ્બરમાં 23885 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 34990 કરોડ રૂપિયા અને જુલાઇમાં 17700 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. FPI એ વર્ષ 2025માં અત્યાર સુધીમાં ભારતીય બજારમાંથી 1.43 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
સિગારેટ, પાન મસાલા મોંઘા થશે, સરકાર નવો ટેક્સ લાદશે
સિગારેટ, પાન મસાલા જેવી મોજશોખની ચીજો મોંઘી થવાની સંભાવના છે. સંસદના શિયાળુ સત્રમાં સરકાર 2 નવા બિલ રજૂ કરશે. જે હેઠળ કેટલીક ચીજો પર જીએટી કોમ્પેન્સેશન સેસ લાદવામાં આવી શકે છે. આ સેસ બે હેતુઓ માટે કામ કરશે – પ્રથમ, જાહેર આરોગ્ય માટે લક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવા અને બીજું, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા.





