Bank Holiday In September 2025 : સપ્ટેમ્બર મહિનામાં તમારે બેંક સંબંધિત કામકાજ પતાવવામાં ઉતાવળ રાખવી પડશે. સપ્ટેમ્બર મહિનામાં ગણેશ વિસર્જન, નવરાત્રી, ઇદે મિલાદ સહિત ઘણા મહત્વપૂર્ણ તહેવાર ઉજવાશે. સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ સુધી બેંકો બંધ રહેશે. આ રજાઓમાં જાહેર રજાઓ ઉપરાંત બીજો, ચોથો શનિવાર અને તમામ રવિવારનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો તમારે આ મહિને બેંકમાં કોઈ કામ છે, તો તમારે અહીં તપાસ કરવી જોઈએ કે તે દિવસે તમારા શહેરમાં બેંક બંધ છે કે ચાલુ છે.
September 2025 Bank Holiday Date List : સપ્ટેમ્બર 2025માં બેંક રજાનું કેલેન્ડર
- 3 સપ્ટેમ્બર 2025 : કરમ પૂજાના અવસર પર રાંચી (ઝારખંડ)માં બેંકો બંધ રહેશે.
- 4 સપ્ટેમ્બર, 2025 : ઓણમ તહેવાર પર કોચી, તિરુવનંતપુરમ (કેરળ રાજ્ય)માં બેંકો બંધ રહેશે.
- 5 સપ્ટેમ્બર 2025 : ઈદ-એ-મિલાદ/મિલાદ-ઉન-નબીના અવસર પર ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ, દિલ્હી, ઝારખંડ અને આંધ્ર પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
- 6 સપ્ટેમ્બર 2025 : છત્તીસગઢ અને સિક્કિમમાં ઈદ-એ-મિલાદ/મિલાદ-ઉન-નબીના અવસર પર બેંકો બંધ રહેશે.
- 7 સપ્ટેમ્બર, 2025 : સપ્ટેમ્બર મહિનાના પ્રથમ રવિવારે બેંકમાં રજા રહેશે.
- 12 સપ્ટેમ્બર, 2025 : જમ્મુ કાશ્મીરમાં આગામી શુક્રવારે ઈદ-એ-મિલાદ/મિલાદ-ઉન-નબીના અવસર પર બેંકો બંધ રહેશે.
- 13 સપ્ટેમ્બર, 2025 : સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે બેંકમાં રજા રહેશે.
- 14 સપ્ટેમ્બર, 2025 : સપ્ટેમ્બર મહિનાનો બીજો રવિવારે બેંક બંધ રહેશે.
- 21 સપ્ટેમ્બર, 2025 : સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારે બેંકમાં રજા રહેશે.
- 22 સપ્ટેમ્બર, 2025: નવરાત્રી પ્રારંભ, જયપુરમાં બેંકો બંધ રહેશે.
- 23 સપ્ટેમ્બર, 2025 : મહારાજા હરિસિંહજીની જન્મજયંતિ નિમિત્તે જમ્મુ કાશ્મીરમાં બેંકો બંધ રહેશે.
- 27 સપ્ટેમ્બર 2025 : સપ્ટેમ્બર મહિનાના ચોથા શનિવારે બેંકમાં રજા રહેશે.
- 28 સપ્ટેમ્બર 2025 : સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે બેંકોમાં જાહેર રજા રહેશે.
- 29 સપ્ટેમ્બર : ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં મહા સપ્તમી/દુર્ગા પૂજાના અવસર પર બેંકો બંધ રહેશે.
- 30 સપ્ટેમ્બર, 2025 : ત્રિપુરા, ઓડિશા, આસામ, મણિપુર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં મહા અષ્ટમી / દુર્ગા અષ્ટમી / દુર્ગા પૂજાના પ્રસંગે તમામ બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો | ક્રેડિડ કાર્ડ થી CNG – PNG સુધી, સપ્ટેમ્બરથી બદલાશે આ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
બેંક બંધ હશે તો પણ આ સુવિધાઓ ચાલુ રહેશે
બેંક બંધ હોય ત્યારે પણ તમે કોઈપણ મુશ્કેલી વગર યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત નેટ બેન્કિંગ અને મોબાઇલ એપ્સ જેવી ઘણી ડિજિટલ બેંક સર્વિસ ઉપયોગ કરી શકાય છે.
Read More