/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Share-Market-Crash-2.jpg)
Share Market Crash: શેરબજાર તૂટવાથી રોકાણકારોને જંગી નુકસાન થાય છે. (Photo: Freepik)
Share Market Crash (શેરબજારમાં કડાકો, 1 માર્ચ): શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મંદી યથાવત છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો છે અને 73000નું સપોર્ટ લેવલ તોડી 72900 નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ઘટીને 22000ના સપોર્ટ લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ સહિત બેંક ફાઇનાન્સ શેરમાં વેચવાલીથી શેરબજાર તૂટ્યું છે. તમને જણાવી દઇયે કે, સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં મહિને તૂટ્યા છે, જે 29 વર્ષની સૌથી લાંબી મંદી છે. શેરબજારમાં લાંબી મંદીથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો, 72800 સપોર્ટ લેવલ નીચે
બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 73198 સામે વધીને આજે 73427 ખુલ્યો હતો. ઉછાળે ખુલીને સેન્સેક્સ ઉપરમાં 73649 સુધી ગયો હતો. જો કે રિલાયન્સ, અદાણી પોર્ટ્સ અને બેન્કિંગ ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી તટ્યું. ઇન્ટ્રા-ડે ટોચથી સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ તુટ્યું અને 72788 લેવલ નીચે ઉતરી ગયું છે. 72800નું સપોર્ટ લેવલ તુટ્યા બાદ સેન્સેક્સ વધુ ઘટવાની આશંકા છે.
સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાં રિલાયન્સ સવા 3 ટકા ઘટીને ટોપ લુઝર શેર રહ્યો છે. ઇન્ડ્સઇન્ડ બેંક, ઝોમેટો, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ અને અદાણી પોર્ટ્સ શેર 2 થી 3 ટકા ડાઉન હતા.
આ પણ વાંચો | શેરબજાર ઘટવાના 5 કારણ, સેન્સેક્સ નિફ્ટીમાં 29 વર્ષની સૌથી લાંબી મંદીથી હાહાકાર
નિફ્ટી માટે 22000 મજબૂત સપોર્ટ લેવલ
આજે એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22124 સામે આજે 22194 ખુલ્યો હતો. નિફ્ટી 90 પોઇન્ટ ઘટી 22010 લેવલ સુધી ગયો છે.જો નિફ્ટી 22000 લેવલ તોડે તો શેરબજારમાં મોટી મંદી આવી શકે છે. નિફ્ટી 50 શેરમાં કોલ ઈન્ડિયા, રિલાયન્સ ઇન્ડ્સઇન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઇસ અને બજાજ ફિનસર્વ 2 થી 4 ટકાના ઘટાડે ટોપ લુઝર શેર હતા.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us