/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Share-Market-Crash-3.jpg)
Share Market Crash : શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો. (Photo: Freepik)
Share Market Crash On US Tariff Warries: શેરબજારમં 1000 પોઇન્ટનો કડાકો બોલાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં 29 વર્ષની સૌથી લાંબી મંદી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમાં મહિને ઘટ્યા છે. શેરબજારમાં મંદીથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. મિડકેપ અને સ્મોલકેપ પણ નોંધપાત્ર તૂટ્યા છે. ઘણા શેર 52 સપ્તાહના નીચા ભાવે ટ્રેડ કરી રહ્યા છે. આજે બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તૂટ્યા છે. અમેરિકા એ ચીન પર 10 ટકા ટેરિફ લાદતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો
બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 74612 સામે 400 પોઇન્ટના ઘટાડે આજે 74201 ખુલ્યો હતો. રિલાયન્સ સિવાયના તમામ 29 બ્લુચીપ શેરમાં મોટા ઘટાડાથી સેન્સેક્સમાં મોટો કડાકો બોલાયો. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુના કડાકામાં 73,579 સુધી ઘટ્યો હતો. જે જૂન 2024 પછીની નીચી સપાટી છે. સેન્સેક્સે 74000નું સપોર્ટ લેવલ તોડતા શેરબજારમાં ભંયકર મંદીના સંકેત મળી રહ્યા છે.
નિફ્ટી પાછલા બંધ 22545 સામે આજે 22433 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીથી નિફ્ટી 300 પોઇન્ટ આસપાસ ઘટીને 22249 લેવલ સુધી ગયો હતો.
રિલાયન્સને બાદ કરતા સેન્સેક્સના તમામ 29 શેર 1 થી 5 ટકા તૂટ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 લુઝરમાં ઇન્ફોસિસ, એચસીએલટેક, મહિન્દ્રા મહિન્દ્રા, ટેક મહિન્દ્રા અને ઇન્ડ્સઇન્ડ બેંક શેર 4 થી 5 ટકા ડાઉન હતા. એક માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર અડધા ટકા આસપાસ વધ્યો હતો. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ ડાઉન છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1400 પોઇન્ટથી વધુ તૂટ્યો છે.
રોકાણકારોને 6 લાખ કરોડથી વધુ નુકસાન
સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન થયું છે. બીએસઇની માર્કેટકેપ 27 ફેબ્રુઆરીએ 393.10 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે આજે ફેબ્રુઆરીએ સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો બોલાતા બીએસઇની માર્કેટકેપ ઘટીને 386.96 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ શેરબજારના રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us